છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતોનું આંદોલન પૂરું નથી થયું ત્યાં તો હવે શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે મુદ્દો શું છે તો વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકોને જ હવે પરીક્ષાના કઠોર માપદંડ એટલા અઘરા લાગી રહ્યા છે કે એની સામે આંદોલન પર આવ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતના એક મહત્વના ચુકાદાએ લાખો શિક્ષકોને ચિંતામાં મુક્યા. હવે નોકરી બચાવવી હોય બળતી જોતી હોય તો પછી ટેટ એટલે કે ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ જે છે એ આપવો પડશે ફરજિયાત બનશે. આ નિર્ણય સામે ગુજરાત સહિત દેશભરના શિક્ષકોમાં અસંતોષ જોવા મળ્યો. એના પછી ગુજરાતમાં એક વિરોધનો સુર ઉઠ્યો છે અને હવે આજથી આખા જિલ્લાઓમાં એટલે અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો વિરોધ કરવાના છે.
સુપ્રીમ કોર્ટે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા શિક્ષકો માટે એવું કહ્યું કે શિક્ષકે જો નોકરી જોઈતી હોય બળતી રાખવી હોય તો ટેટ જે છે એ ફરજિયાત પાસ કરવી પડશે કોર્ટના આદેશ અનુસાર શિક્ષકોની નિવૃત્તિના હજુ પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટેટ આપવી નહીં પડે એની જરૂર નહીં પડે. જો તેઓ પરીક્ષા પાસ નહીં કરી શકે તો તેમને નોકરી છોડવી પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડશે. સુપ્રીમ કોર્ટે એવા શિક્ષકોને રાહત આપી છે જેની નિવૃત્તિ માત્ર પાંચ વર્ષ કે તેનાથી ઓછી સમય બાકી હોય બાકી મોટાભાગે સમય સમયે આ બધાએ ટેટની પરીક્ષા આપતું રહેવું પડશે. વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોનું કહેવું છે કે જ્યારે તેમની ભરતી તે સમયે નિયમો મુજબ થઈ હતી તે અચાનકથી ટેટ ફરજિયાત બનાવવું એ યોગ્ય નથી.
આ મુદ્દે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે રાજ્યવ્યાપી વિરોધ કરીશું. આજથી રાજ્યમાં તમામ 33 એ 33 જિલ્લાને [સંગીત] એવું કહેવાય કે હવે તો 34 વધ જિલ્લાઓમાં આવેદન પત્ર આપવાથી લઈને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ થવાના છે. શિક્ષક સંઘ જે છે એમણે એવું નક્કી કર્યું છે કે આમાં સુપ્રીમ કોર્ટની સામે અમે આવેદનો આપીશું અને અમે લડાઈ આપીશું. શિક્ષક સંઘનું કહેવું છે કે રાજ્યમાં અંદાજે 1 લાખ જેટલા શિક્ષકો એવા છે કે જે 2010 પહેલા ભરતી થઈ છે એમની ટેટ જેવી કોઈ જ ફરજિયાત લાયકાત નહોતી ત્યારે ભરતી થઈ છે
હવે એ ટેટની પરીક્ષા કેમ આપે? વર્ષો સુધી સફળતાપૂર્વક શિક્ષણ કર્યા પછી પણ જો અમારે પરીક્ષા આપવી પડે તો એવું અમારે જોઈતું જ નથી અને એની સામે હવે શિક્ષકો વિરોધ પર આવ્યા છે. 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે એ માંગ સાથે અને બળતીમાં પણ કોઈ અસર ન થાય એ માંગ સાથે શિક્ષકો આજે રસ્તા પર ઉતરવાના છે.
એક તરફ સુપ્રીમ કોર્ટ એ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ટેટને ફરજિયાત ગણાવી રહ્યા છે તો બીજી તરફ વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકો પોતાને અધિકારો અને નોકરીની સુરક્ષા માટે રસ્તા પર ઉતરવાના છે. હવે સરકાર અને શિક્ષક સંઘનો વચ્ચેનું જે આ સમાધાન જે છે એ સમાધાન થશે કે પછી આ આંદોલન અને આ વિરોધ વધારે મોટું થશે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને [સંગીત] શેર કરજો