ટેલિવિઝન નો મહશુર શો તારક મહેતા કા ઉલ્ટાચશ્માં છેલ્લા કેટલાય વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે 2008 માં શૂર થયેલા આ શોએ ગઈ કાલે 14 વર્ષ પુરા કરી લીધા અને 15 માં વર્ષમાં પ્રવેશ કર્યો જેને લઈને શોના મેકર્સ દ્વારા એક ગ્રાન્ડ પાર્ટની આયોજન કરવામાં આવ્યું હતું તેની કેલટીક વિડિઓ અને ફોટો સામે આવી છે.
છેલ્લા 14 વર્ષથી તારક મહેતાનો શોને અને તેના દરેક કલાકારોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યોછે આજ કારણ છેકે આટલા વર્ષો વીતી ગયા પછી પણ આ શોનો જાદુ પહેલા જેવોજ છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોને 14 વર્ષ પૂરા થવા પર ગોકુલધામને શોના નિર્માતાઓએ મિની ઈન્ડિયા નામ આપ્યું છે.
શોને 14 વર્ષ પુરા થતા તેની ખુશીમાં શોના દરેક પાત્રોએ મળીને એક ગ્રાન્ડ પાર્ટીમાં હાજરી આપી અહીં દરેક લોકો ખુશીમાં અને મસ્તીના મૂડમાં જોવા મળ્યા શોની શાનદાર જર્ની સેલિબ્રેટ કરતા ડિરેક્ટર માલવ રાજડા અને તેમની ટીમની કેટલીક તસવીરો સામે આવી છે શોના 15મા વર્ષની શરૂઆતની દરેક લોકો ઉજવણી કરી.
શોથી જોડાયેલ દરેક લોકોએ સાથે રહીને ગ્રુપમાં કેટલીક ફોટો પણ પડાવી પાર્ટીમાં જેઠાલાલ અને પોપટલાલ અલગ અંદાજમાં જોવા મળ્યા શોના 3500 એપિસોડ પુરા થયા ની ખુશીમાં પણ ગયા દિવસોમાં જશ્ન મનાવ્યો હતો ત્યારબાદ ગઈકાલે શોએ 15 માં વર્ષમાં પ્રવેશ કર્યો તેની ખુશીમાં રાખવામાં આવેલ પાર્ટીની કેટલીક તસ્વીર અહીં સામે આવી છે.