Cli

પહેલા વિવાદોમાં રહી ચુકેલી સ્વેતા તિવારીએ ભગવાનને લઈને આપ્યું વિવાદિત નિવેદન…

Bollywood/Entertainment Breaking

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ટીવી એક્ટર સ્વેતા તિવારીએ વિવાદિત બયાન આપ્યું છે જેને લઈને અત્યારે સ્વેતા સામે વિરોધ નોંધાઈ છે સ્વેતા તિવારીએ વિવાદિત બયાનમાં કહ્યું કે ભગવાન એમના બ્રાની સાઈઝ ઘટાડી રહ્યા છે સ્વેતાના આ નિવેદન બાદ મધ્યપ્રદેશના ગુહમંત્રી નરોત્તમ મિશ્રાએ.

ભોપાલ કમિશનર જોડે 24 કલાકમાં આ બાબતનો રિપોર્ટ માંગ્યો છે સ્વેતા તિવારીએ મજાક મજાકમાં આ વાત કહી તો દીધી પરંતુ તેને લઈને હાલમાં મોટો વિવાદ ઉભો થઈ ગયો છે જેને લઈને ગૃહમંત્રી 24 કલાકમાં આ બાબતે તપાસ કરીને સ્વેતાનો રિપોર્ટ માંગ્યો છે સ્વેતાએ આ બયાન એક પોતાની વેબસીરીઝના ઇવેન્ટ દરમિયાન આપ્યું હતું.

જણાવી દઈએ મનીષ હરિશંકરની એક વેબ સિરીઝ શોસ્ટોપર્સનું શૂટિંગ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે અહીં તેની એક ઇવેન્ટ ચાલી રહી હતી આ દરમિયાન શ્વેતા તિવારી રોહિત રાય કંવલજીત સુરભરાજ જૈન સાથે ભોપાલમાં ઇવેન્ટ દરમિયાન સાથે હતા અહીં મજાક મજાકમાં શ્વેતા તિવારીએ પ્રમોશન ઈવેન્ટમાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

જેને લઈને સંસ્કૃતિ બચાવો મંચે ભોપાલ ખાતે શ્વેતા તિવારી સામે મોટી માત્રામાં પ્રદર્શન કર્યું હતું જ્યાં સ્વેતાની તસ્વીર બા!ળવામાં આવી હતી મંચના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ જણાવ્યું હતુંકે જે રીતે શ્વેતા તિવારીએ ભગવાનનું અપમાન કરીને બેફામ નિવેદનો કર્યા છે તેના કારણે અમે તેની વેબસીરીઝનું શૂટિંગ નહીં થવા દઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *