ગુજરાતના જાણીતા લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ડાયરાના પ્રોગ્રામોમાં લોકસાહિત્ય અને ધાર્મિક વાતો પોતાની આગવી શૈલીમાં રજુ કરીને ખુબ નામના ધરાવે છે એમનો પડકાર તેમનો અવાજ અને હંમેશા ભારતીય સંસ્કૃતિ રીતી રીવાજ ના ઉજળા.
ઈતીહાસ સાથે હિન્દુ ધર્મના મહાન રાજાઓ મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ ના દુહા છંદ અને તેમના જીવનથી હંમેશા યુવાનોને પ્રેરણાત્મક મેસેજ આપતા રાજમાં ગઢવી પાસે આજે કરોડોની સંપત્તિ છે તેઓની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ છે પરંતુ રાજભા ગઢવી એક સમયે ગીરના જંગલમાં ગાયો ભેંસો ચરાવતા હતા.
અને આ દરમિયાન તેઓએ પોતાના કેરીયરની શરુઆત કરી હતી પગ માં સારા ચપ્પલ અને રહેવા માટે સારું ઘર પણ તેઓની પાસે નહોતું આજે પોતાની એ પરીસ્થીતી રાજભા ગઢવી ભુલ્યા નથી તેઓ આજે પણ પોતાની જુની યાદો પોતાના જુના દિવશો ને યાદ રાખવાના ભાગરુપે પોતાના ગીરના જંગલોમા આવેલા.
પોતાના ફાર્મહાઉસમાં રહે છે આજેપણ તેઓ દેશી સામાન્ય રીતે પોતાપનુ જીવન વ્યતીત કરે છે તાજેતરમાં રાજભા ગઢવી એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વિડીઓ શેર કર્યો છે જેમાં રાજભા પોતાના ફાર્મ હાઉસમાં બનેલા દેશી નળીયાના માટીના ચુલાઓ થી સજ્જ રસોડામાં દેશી ભોજનનો આનંદ માણતા જોવા મળે છે.
તેઓ ભોયંતળીયે બેઠેલા છે એકબાજુ ગાયનું ઘી દુધ દહી ગઢી બપોયાનો સંભારો સાથે બાજરીના રોટલા નો સ્વાદ માણતા જણાવી રહ્યા છે કે હાલો વાળું કરવા રાજમાં ગઢવી એ વિડીઓ શેર કર્યો છે જેમાં મહીલા દેશી ચુલે રોટલા બનાવી રહી છે તો આજુબાજુ બાળકો અને તેમના મિત્ર જમવા બેઠેલા છે.
દેશી સ્ટાઈલમા આ યુગમાં પણ ઘી દુધ માખણ દહીં અને રોટલા ની મોજ માણતા રાજભા ગઢવી ની સ્ટાઈલ જોતા ચાહકો ખુબ જ ખુશ થયા છે તેમના આ વિડિઓ પર લોકો લાઈક કમેન્ટથી ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે તેમના આ વિડીઓ પર દોઢ લાખથી પણ વધારે લોકો લાઈક કમેન્ટ કરી ચુક્યા છે.
તેમનો આ દેશી અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો છે રાજભા ગઢવી અવારનવાર પોતાના ફાર્મહાઉસમાં વૃક્ષો ની વાવણી કરતા શાકભાજી ફળો ના છોડ વાવતા જોવા મળે છે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હંમેશા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આપતા રાજભા ગઢવી ની વિચારધારા ને લોકો ખુબ પસંદ કરે છે.