Cli
sunny devol finally give this

ગદર-૨ ફિલ્મના ડાયલોગ પર લાલપીળા થયા પાકિસ્તાની કહ્યું હિંમત હોય તો સામે આવી લડાઈ કરો…

Breaking

દર વર્ષે ફિલ્મનું રિલીઝ થવું અને ફિલ્મના ડાયલોગ કે સીનને લઈને વિવાદ ઊભો થવો એ હવે સાવ સામાન્ય થઈ ગયુ છે દરેક ફિલમની રિલીઝ પહેલા તેમજ રિલીઝ બાદ કોઈને કોઈ બાબત પર વિવાદ જોવા મળતો જ હોય છે.હાલમાં આવું જ કંઈ સની દેઓલની ફિલ્મ ગદર-૨ને લઈને પણ જોવા મળી રહ્યું છે.

ગદર -૨ ની રિલીઝ પહેલા અભિનેત્રી અમિષા પટેલના ટ્વીટ ને કારણે વિવાદ સર્જાયો હતો.જે બાદ હાલમાં ફિલ્મના એક ડાયલોગ ને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે ફિલ્મમાં પાકિસ્તાન દેશ અંગે ડાયલોગ મૂકવામાં આવ્યો છે.અભિનેતા સની દેઓલના આ ડાયલોગમાં તેઓ કહે છે કે પાકિસ્તાનીઓને જો તક મળે તો તે ભારત આવી જાય અને અડધું પાકિસ્તાન ખાલી થઈ જાય અને પાકિસ્તાની ભીખ માંગતા થઈ જાય.

જાણકારી અનુસાર હાલમાં ફિલ્મના આ જ ડાયલોગને લઈ પાકિસ્તાની લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.પાકિસ્તાનના યુ ટ્યુબર સની દેઓલથી નારાજ છે.

એટલુ જ નહિ એક વ્યક્તિએ સની દેઓલને સામે આવી લડાઈ કરવાની ધમકી પણ આપી દીધી છે.જો કે વાત કરીએ ગદર – ૨ ફિલ્મ વિશે તો આટલા વિવાદ છતાં ફિલ્મે અત્યાર સુધીમાં ૫૫ કરોડની કમાણી કરી છે.

હિન્દુ મુસ્લિમ દરેક વ્યક્તિ આ ફિલ્મ જોઈ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.જણાવી દઈએ કે આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સાથે જીનીયસ ફિલ્મમાં જોવા મળેલ અભિનેતા ઉત્કર્ષ શર્મા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *