Cli
sunile akshay vishe aavu kahyu

સુનિલ શેટ્ટીએ અક્ષય કુમાર વિષે કહી એવી વાત જે અક્ષય કુમારના ચાહકોને નહીં ગમે…

Bollywood/Entertainment

બોલીવુડની ઘણી હસ્તીઓમાંથી સુનીલ શેટ્ટી એક પ્રખ્યાત કલાકારી ધરાવતા હતા 90ના દાયકામાં તેઓએ બોલિવૂડમાં પોતાનું પહેલું પગલું રાખ્યું હતું અને તેમની પહેલી ફિલ્મ બલવાન હતી જે રિલીઝ થયા બાદ સુપરહિટ બની હતી અને તે પછી તેઓએ ઘણી એક્શન ફિલ્મો કરી છે અને તે ફિલ્મો દ્વારા તેઓએ ઘણી લોકપ્રિયતા અને નામ પ્રાપ્ત કર્યું છે.

ભલે આજે તેઓ બોલિવૂડ ઉદ્યોગથી દૂર રહ્યા હોય પરંતુ તેમના લોકપ્રિયતામાં કઇં ફરક આવ્યો નથી આજે સુનીલ શેટ્ટીના ચાહકો તેમને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત રહેતાં હોય છે તેમની ફિલ્મમાં તેમના સંવાદો દરેકને પસંદ આવી રહ્યા છે અને 90ના દાયકા દરમ્યાન તેઓએ ઘણાં કલાકારો સાથે કામ કર્યું છે અને ઘણી હિટ ફિલ્મો આપી છે.

તેથી જો આપણે અન્ય કલાકારો પર નજર કરીએ તો પણ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની જોડી એક સફળ હિટ જોડી રહી છે મોટા પડદાં પર પછી ભલે તે કોમેડી ફિલ્મ હોય અને તે એક એક્શન ફિલ્મ હોય અને બંને સાથે મળીને મોટા પડદા પર દર્શકોને પસંદ આવી રહ્યા છે પરંતુ આ બંનેને લગતી એક કિસ્સો છે જે વાયરલ થતો રહે છે અમે તમને સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર સાથે જોડાયેલી રસપ્રદ કહાની જણાવીશું.

જ્યારે સુનીલ શેટ્ટી અક્ષય કુમાર સાથે કામ કરતા હતા ત્યારે અક્ષય કુમાર ટીખળ કરતો હતો અને સુનીલ શેટ્ટીને આ ટીખળો પસંદ નહોતી અને તેઓ તેમની ટીખળથી ડરતા હતા કારણ કે સુનીલ શેટ્ટીને પરિણામ ભોગવવા પડ્યા હતા અને એક વાતચીતના કાયૅક્રમ દરમ્યાન સુનીલ શેટ્ટીએ આ વાતની કબૂલાત કરી છે અને અક્ષય કુમાર અને તેમની સાથે જોડાયેલા લોકો વિશે પ્રકાશ પાડતા કહ્યું છે અને સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે અક્ષય કુમાર ખૂબ જ તોફાની છે અને એક મોટી ટીખળ કરતા હોય છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.

સુનીલ શેટ્ટીએ એ પણ ઉમેર્યું હતું કે અક્કી સાથે શૂટિંગ કરવું હંમેશા આનંદદાયક રહ્યું છે અને તમે હંમેશા સેટ પર તોફાન કરવાનો પ્રયાસ કરો છો અને મને એના પરિણામનો સામનો કરવો પડ્યો છે અને હું ઘણી વસ્તુઓ યાદ રાખી શકું છું જે મારે ન કહેવી જોઈએ પરંતુ કોઈની ઘડિયાળ અથવા પાકીટ છીનવી લેવું માત્ર મસ્તી સુધી મર્યાદિત હોવું જોઈએ.

સુનીલ શેટ્ટીએ પણ અક્ષય કુમારને સલાહ આપી હતી કે આ એક પ્રતિભા હોઈ શકે છે પરંતુ તમારે આનો ઉપયોગ માત્ર મનોરંજન માટે કરવો જોઈએ આ રીતે સુનીલ શેટ્ટી અક્ષય કુમારને કારણે બદનામ થતો હતો પણ તેમ છતાં તેમની મિત્રતા સ્થિર અને સારી છે જો આપણે તાજેતરના સમયની વાત કરીએ તો સુનીલ શેટ્ટી દર બે વર્ષ પછી ફિલ્મમાં દેખાય છે.

જ્યારે બીજી બાજુ બોલીવુડ ઉદ્યોગમાં અક્ષય કુમારના ચાહકો ખૂબ વધી ગયાં છે અને તેઓ એક વર્ષમાં 3-4 ફિલ્મો બનાવે છે આગામી સમયમાં અક્ષય કુમાર ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ બનવા જઈ રહ્યા છે બસ આવી રીતે સુનિલ અને અક્ષયની જોડી આપડે હેરા ફેરીમાં જોઈ બંનેનું કિરદાર તેમાં રસપ્રદ છે.

સુનિલે ચોખવટ સાથે કહ્યું હતું કે અક્ષય કુમારની મસ્તી જેને ગમે એનેજ ગમે બાકી જેને ના ગમ્યું એ નિરાશ થઈ શકે છે કેમકે તેમની મસ્તી એટલી બધી ડીપ હોય છે કે ગણીવાર મસ્તી માં ખસ્તી પણ થઈ જાય મોટા ભાગે તેઓ શરીરિક કસોટી કરવાની મસ્તી કરે છે જેમાં મોટાભાગના લોકો હારી જતાં હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *