માનવ દેહનો કોઈ ભરોસો નથી કઈ ઘડીએ પરમાત્મા તેડા મોકલેછે તે કાંઈ નક્કી હોતું નથી હસતો ખેલતો પરીવાર પણ પલઘડીએ રડવા લાગે છે વિધાતાના લેખ પર કોઈ મેખ નથી મારી શકતુ એવો જ એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે દેવગઢ બારીયા નગરમાં વણઝારા સમાજના અગ્રણી રમેશભાઈ જેતાજી વણઝારા.
પોતાના ઘેર સામાજિક પ્રસંગમાં રાત્રિના સમયે દાંડીયા રાશનો પ્રોગ્રામ રાખેલો હતો તેમાં ઘણા બધા લોકોની જનમેદની વચ્ચે તેઓ હાથમાં દાંડિયા લઈને પોતાના મિત્રો સાથે ઝૂમી રહ્યા હતા આ દરમિયાન તેમનો કુશળ ડાન્સ જોઈને લોકો વિડીયો બનાવી રહ્યા હતા આ દરમિયાન તેઓ ઓઢણી ઓઢું તો ભલે ઉડી જાય ના સોંગ પર ખૂબ નાચી કૂદી રહ્યા હતા.
વાયરલ થયેલા પાંચ મિનિટના વીડિયોમાં ચોથી મિનિટે અચાનક જ તેઓના હાથમાંથી દાંડિયા છૂટી ગયા અને જમીન પર ઢળી પડ્યા સ્વસ્થ અને તંદુરસ્ત શરીર એકદમ સૂપ્ત અવસ્થામાં થઈ ગયુ લોકો દોડીને એમની પાસે આવી પહોંચ્યા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા પરંતુ તેઓનુ હોસ્પિટલ પહોંચતા પહેલા.
રસ્તામાં જ નિધન થયું હરખનો પ્રસંગ મોતના માતમ માં ફેવરાઈ ગયો પરિવર્જનો હૈ યાફાટ રૂદન કરવા લાગ્યા સુધી આનંદ કિલ્લોલ કરતા રમેશભાઈ અચાનક જ ચાલ્યા જવાથી લોકોમાં માં શોકની લાગણી ફેલાઈ ગઈ રમેશભાઈ વણઝારા પોતાના સમાજના કોઈપણ પ્રસંગોમાં કોઈપણ સમસ્યાઓમાં હંમેશા લોકોને.
ખૂબ મદદ કરતા હતા સામાજિક પ્રશ્નો ને વાચા આપીને લોકોને ન્યાય અપાવતા રમેશભાઈ ને સામાજિક આગેવાન નો દરજ્જો આપવામાં આવ્યો હતો તેઓના અણધારી વિદાયથી સમસ્થ દેવગઢ વણઝારા સમાજમાં ખુબ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.