પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે એક મા ૯ દીકરાઓને પોતાના ઘરમાં રાખી શકે છે પરંતુ ૯ બાળક એક મા બાપને પોતાના ઘરમાં રાખી શકતા નથી.સામાન્ય રીતે આ વાતો આપણે કોઈ પુસ્તકમાં વાંચતા હોઈએ છીએ કે ફિલ્મોમાં સાંભળતા હોઈએ છીએ પરંતુ હાલમાં આવો કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે.
હાલમાં જ એક દાદાનો વિડીયો સામે આવ્યો છે જેમાં દાદા ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે દાદાના શરીરની હાલત જોઈ શકો છો.તમે જોઈ શકો છો કે દાદાનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું છે. એટલું જ નહિ દાદાના ઘૂંટણ પર પણ ઈજા થઈ છે. તેમના ઘૂંટણ પરની ચામડી નીકળી ગઈ છે.
વાત કરીએ દાદા ક્યાના છે અને તેમને શું થયું છે તે અંગે તો આ દાદા કેટલાક લોકોને રસ્તા પર કપડા વિના મળી આવ્યા હતા. તેમને જોનાર વ્યક્તિઓનું કહેવું છે કે કોઈ મહિલા કારમાં તેમને લઈને આવી હતી અને રસ્તા પર મૂકીને જતી રહી હતી.દાદા રસ્તાની વચ્ચે સૂઈ ગયા હતા અને બૂમો પાડતા હતા.
જે બાદ કેટલાક લોકોએ તેમને ઉંચકીને રસ્તાની બાજુમાં બેસાડ્યા હતા. જે બાદ ગરીબોની મદદ કરતા તરૂણ ભાઈ ને જાણ કરવામાં આવી હતી.તરુણભાઈએ દાદા માટે સારા કપડા તેમજ રહેવાની સુવિધા કર્યા બાદ તેમને ડોકટર પાસે લઈ જઈ સારવાર કરાવી હતી જણાવી દઇએ કે દાદાની ભાષા ન સમજતા હાલમાં તેમના પરિવાર અંગે જાણકારી મળી શકી નથી.