આજના યુગમાં નાની નાની વાતે ભગવાનને ફરિયાદ કરતો માણસ એ ભૂલી જાય છે કે ઘણા એવા લોકો પણ આ દુનિયામાં જીવે છે જેમની પાસે તે લોકો જેટલી પણ સુવિધા નથી હોતી. દુનિયામાં ઘણા એવા લોકો છે જે કોઈને કોઈ રો!ગથી પીડાય છે પરંતુ તેમની પાસે તેની સારવાર કરવા માટે ન તો પૈસા છે ન તો કોઈ એવું વ્યક્તિ કે જે તેમની કાળજી લઈને તેમની સારવાર કરાવી શકે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે એ હદ સુધી માનસિક રીતે અસ્થિર છે કે તેમને કોઈ પણ પ્રકારનો રો!ગ થાય તો પણ તે સમજી શકતા નથી.
હાલમાં એક આવા જ માનસિક રીતે અસ્થિરની વાત સામે આવી છે જેને વાંચ્યા પછી કદાચ જો તમને પણ નાની નાની વાતે ભગવાન પાસે ફરિયાદ કરવાની આદત હશે તો તમે તે ભૂલી જશો. હાલમાં ભાવનગરના બુંદી ગામમાં એક બાબા મળી આવ્યા છે જેમને ગુ!પ્તરો!ગ થયો છે દયનીય વાત તો એ છે કે બાબા માનસિક રીતે એટલા અસ્થિર છે કે તેઓને પોતાના રો!ગની કોઈ જાણકારી પણ નથી.
આ બાબા પાછલા ૧૫ વર્ષથી બુંદી ગામમાં એક ઝાડ નીચે ખાટલો રાખીને રહેતા હતા, તેઓ હંમેશા એકલા જ કઈ બબડ્યા રાખતા હતા. હાલમાં જ પોપટભાઈ અને તેમની ટીમની મદદ દ્વારા ગામના લોકોએ આ બાબાના બચાવની કામગીરી હાથ ધરી હતી. જો કે બાબા પોપટભાઈ સાથે જવા તૈયાર ન હતા. તે હાથમાં પથ્થર રાખી રહ્યા હતા. અનેક પ્રયાસો બાદ પોપટભાઈની ટીમ દ્વારા આ બાબાને નવું જીવન આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં બાબાને પોપટભાઈના સોશિયલ મીડિયા આશ્રમ પર રાખવામાં આવ્યા છે.તેમના રો!ગ માટે ડોકટરને બતાવવામાં પણ આવ્યું છે.
જણાવી દઈએ કે આ બાબા કયા શહેરના છે અથવા અહીંયા કઈ રીતે પહોંચ્યા છે તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી પરંતુ બાબાનું કહેવું છે કે તેઓ બસ્તી જિલ્લાના છે. વાત કરીએ પોપટભાઈ અને તેમના ફાઉન્ડેશન વિશે તો મોટાભાગના લોકો જાણતા હશે કે પોપટભાઈ ફાઉન્ડેશન એક ગરીબ અથવા રસ્તે રઝળતા લોકોની મદદ કરતી એક સંસ્થા છે.