Cli
80 year old men business at street road

ખરાબ રસ્તે ચડી એક નો એક દીકરો ગુજરી ગયો ! 80 વર્ષની ઉમ્મર છે છતાં રોડ પર દુકાન ચલાવે છે દાદા…

Story

કહેવાય છે ને ઈશ્વર ક્યારે કોઈને રંક અને કોઈને રાજા બનાવી દે એ વાત નક્કી નથી હોતી.એક ક્ષણે તમે રાજા જેવી શાહી જિંદગી જીવતા હોય અને બીજી ક્ષણે કોઈ મુસીબત કે બીમારી સામે આવી જાય તો તમારું જીવન બદલાઈ શકે છે હાલમાં આવી જ એક કહાની સુરતમાં સામે આવી છે.આ કહાની તમને જીવનમાં આવતા વળાંક વિશે તો જણાવશે જ પરંતુ આ સાથે જ તમને શીખવશે કે જેને મહેનત કરવી છે તેના માટે રસ્તા ખુલે જ છે પરંતુ ફરિયાદ કરવા વાળને કોઈ મદદ પણ મળતી નથી હોતી.

આ કહની છે ૮૦ વર્ષના દાદા અને ૭૨ વર્ષીય દાદી ની. એક સમયે અલાહબાદ માં રહેતા દાદા – દાદી પાંચ માળના મકાનના માલિક હતા. તેમને એક દીકરો હતો.દાદા કાપડનો ધંધો કરતા અને સાથે વિશી પણ ચલાવતા. બધું જ સુખરૂપ ચાલી રહ્યું હતું. દાદી પાંચ માળના મકાનમાં આરામથી જીવન પસાર કરી રહ્યા હતા. પણ કહે છે ને સુખ બહુ ટકે નહિ. અચાનક જ દાદા જે વીશી ચલાવતા હતા તેમાં લોકોએ દગો કર્યો.

લોકોએ પૈસા લઈ તો લીધા પરંતુ પાછા આપ્યા નહિ જેને કારણે દાદા પર બીજા હિસ્સેદારોનું દબાણ વધવા લાગ્યું. દાદા દાદી પાસે કોઈ રસ્તો ન હતો તેમને પાંચ માળનું મકાન જેં ૬૫ લાખની કિંમતનું મકાન ખૂબ જ ઓછી કિંમતે વેચવું પડ્યું. જે બાદ તેમનો દીકરો જે નશાની લતે ચડ્યો હતો તેનું અચાનક અવસાન થઈ ગયું હવે કમાવવા વાળું કોઈ બચ્યું ન હતું.

પરંતુ તકલીફો આટલે અટકી નહિ આ બાદ દાદાને ચાર વાર લકવાનો હુમલો થયો તેમજ બંને પગ કામ કરતા ઓછા થઈ ગયા.ઉંમરના કારણે સંભાળવા અને દેખાવાનું તો પહેલેથી ઓછું હતું જ.હવે શું કરવું એ ન સમજતા દાદા દાદી સુરત આવ્યા અહી દાદીના ભાઈએ તેમને ભાડા નું મકાન અપાવ્યું. દાદીના ભાઈએ મકાનું ભાડું તો ભર્યું પરંતુ દાદાએ કઈ કામ તો કરવું જ પડે તેમ હતું તેમને હિંમત કરીને રસ્તા પર વસ્તુઓ વહેચવાની શરૂઆત કરી જેમાંથી તેમને ૫૦ રૂપિયા જેટલી આવક થતી.

કહેવાય છે ને હિંમત રાખો તો ભગવાન પણ મદદ મોકલે અંતે એવું જ થયું હેલ્પ ડ્રાઇવ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા તરુણ મિશ્રાએ દાદાને રસ્તા પર જોયા , તેમની આપવીતી જાણી અને હાલમાં તેમને દિવ્યાંગ કેબિન શરૂ કરી રોજગાર આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *