હાલમાં ન્યુઝ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી પબ્જીની પ્રેમકહાની અંગે તો તમે જાણતા જ હશો.સીમા હૈદર નામની મહિલા જે ચાર બાળકની માતા છે તેને ઓનલાઇન ગેમ રમતા રમતા એક ભારતીય યુવક સચિન સાથે પ્રેમ થયો અને આ પ્રેમે એવી તો હદ પાર કરી કે સીમા પાકિસ્તાનની સીમા પાર કરી ભારતમાં આવી ગઈ.
હાલમાં અનેક લોકો સીમા અંગે અનેક વાતો કરી રહ્યા છે.કેટલાક લોકો સીમાનો સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો સીમાના જાસૂસ હોવા પર આશંકા જતાવી રહ્યા છે જોકે હાલમાં આ બધી જ ખબરો વચ્ચે સીમાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે સાથે જ સીમા સચિનના ઘરેથી ગાયબ હોવાની ખબર પણ સામે આવી રહી છે.
હાલમાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સચિન અને સીમાના મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન પોલીસ સચિનના ઘરે પહોચી હતી એટલું જ નહિ પોલીસે ઇન્ટરવ્યૂ બંધ કરવા આદેશ આપ્યો હતો જણાવી દઇએ કે આ વીડિયો જૂનો છે.ખબર અનુસાર તે સમયે કલમ ૧૪૪લાગુ હોવાથી પોલીસે મીડિયા રિપોર્ટર ને ઇન્ટરવ્યૂ બંધ કરવા કહ્યું હતું.
જો કે મહત્વની વાત એ છે કે ન્યુઝની જાણીતી ચેનલ હોવા છતાં તેમને કલમ ૧૪૪ લાગુ હોવાની જાણકારી ન હતી બીજી તરફ વાત કરીએ સીમાના ઘરેથી ગાયબ હોવાની ખબર અંગે તો હકીકત અનુસાર સીમા ગાયબ નથી થઈ તે માત્ર સચિનના ઘરેથી પાડોશીના ઘરે રહેવા લાગી છે જાણકારી અનુસાર મીડિયાના સતત ઇન્ટરવ્યૂ ને કારણે સચિનના પરિવારને તકલીફ પડી રહી હતી.તે સરખી ઊંઘ પણ નહોતા લઈ શકતા જેને કારણે સીમા પડોશમાં રહેવા લાગી છે.