Cli
sima haidar case new update

સીમા હૈદર કેસમાં નવો વળાંક, મૌલાનાનો આ ખુલાસો સાંભળીને તમે પેટ પકળીને હસી પડશો…

Breaking

હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ સીમા હૈદર વિશે તો તમે જાણતા જ હશો.પાકિસ્તાની પરણિતા માત્ર પબ્જી ગેમ પર યુવક સાથે ગેમ રમતા લાગણીના તાંતણે બંધાઈ અને ૩વર્ષમાં જ પતિ અને પરિવાર છોડી બાળકો સાથે ભારત આવી ગઈ હાલમાં આ કિસ્સાને લઈને લોકોના અલગ અલગ મત સામે આવી રહ્યા છે.

હાલમાં એક તરફ પાકિસ્તાની મુસ્લિમ સીમાના આ પગલાને વખાણી રહ્યા છે તેના પ્રેમને સપોર્ટ કરી રહ્યા છે તો બીજી તરફ ભારતીય મુસ્લિમ સીમાને ખોટી ગણાવી રહ્યા છે,લોકોનુ કહેવુ છે કે આ પ્રેમનું ભૂત ઉતરી થોડાક જ દિવસોમાં કઈ નવો ખુલાસો સામે આવશે જે બાદ સીમાને ભારતની જેલમાં રહેવાનો વારો આવશે.

હાલમાં જ મૌલાના હાફિઝ ગુલામનું એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તે સીમા પર પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે ઇન્ટરવ્યૂ દરમિયાન મૌલાના એ કહ્યું કે સીમા અને સચિનને સાથે ઊભા રાખો તો સચિનનું વજન સીમાના બાળક જેટલું થશે.તેમને કહ્યું કે સીમા પોતાની ઉંમર પણ ખોટી જણાવી રહી છે તે ૩૫-૪૦ વર્ષની છે પરંતુ ૨૭ વર્ષ કહી રહી છે.સચિને તેને સમજવાની જરૂર છે.

સાથે જ સીમાના વર્તન તેમજ ભાષા અંગે વાત કરતા મૌલાના એ કહ્યું કે સીમા પોતાને ૫ ધોરણ પાસ કહે છે પણ તેનું અંગ્રેજી તો મોદીજી કરતા પણ સારું છે.સાથે જ તે જે રીતે અટક્યા વિના ઇન્ટરવ્યુના જવાબ આપી રહી છે તે જ શંકા ઉપજાવનારી વાત છે.

ભારતીય મુસ્લિમો પર વિશ્વાસ ન હોવાની સીમાની વાતનો જવાબ આપતા મૌલાના એ જણાવ્યું કે સીમાનું ચારિત્ર જ એવું છે તેને ત્રણ વાર લગ્ન કર્યા તેને કોઈ પર વિશ્વાસ ન આવ્યો,તેમને કહ્યું ભારતીય મુસ્લિમ સૌથી વિશ્વાસુ હોય છે અને જો તેને ભારતના મુસ્લિમ પર વિશ્વાસ ન હોય તો તેનામાં જ ખોટ છે.

ઉપરાંત મૌલાના એ સીમાના હિન્દુ બનવા પર પણ વાત કરી ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું કે કાયદા અનુસાર ભારતમાં શીખ,જૈન સૌ કોઈને નાગરિકતા મળી શકે છે પરંતુ જે મુસ્લિમ બહારથી આવે છે તેને નાગરિકતા નહિ મળી શકે.તેમનું કહેવું છે કે સીમાને આ તમામ નિવેદનો આપવાની કોઈ સૂચના પહેલાથી આપવામાં આવી છે પરંતુ તે જન્મથી મુસ્લિમ હોવાને કારણે તેને અહી નાગરિકતા નહિ મળે મૌલાના નું કહેવું છે કે હાલમાં તેનું જે રીતે ઢોલ સાથે સ્વાગત થઈ રહ્યું છે માત્ર છ મહિનામાં તેની વિદાય પણ થઈ જ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *