Cli
shu chhe aa chokarani hakikat

અમદાવાદમા પાણીપુરી વેચતા આ છોકરાનો વિડીયો શા માટે થઈ રહ્યો છે વાઇરલ ! શું છે પૂરી હકીકત જાણો…

Story

હમણાં બે-ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જ્યાં એક નાનો છોકરો પાણીપુરી અને અન્ય વસ્તુઓ વેચતો નજર આવી રહ્યો છે આ વિડીયો ના માધ્યમથી સંસ્થાની એક ટીમ તેના ઘરે પહોંચી અને તેના આ કામ કરવા પાછળનો કારણ પૂછ્યું ત્યારે તે જાણીને એક શીખ મળી જે અમે તમારા સૌની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.

અમદાવાદના મણીનગર રેલવે સ્ટેશન નજી તનમય પાણીપુરી કચોરી અને સમોસા તથા અન્ય વસ્તુઓ વેચતા નજર આવ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો ત્યારબાદ સંસ્થાના લોકો તેમના ઘરે પહોંચ્યા તેમના માતા પિતા ની મુલાકાત લીધી તેમની માતાનું નામ શિખા બહેન છે અને તેની તેના પિતાનું નામ દિલીપભાઈ છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે શા કારણે આ કામ કરે છે ત્યારે તેની માતાએ કહ્યું કે થોડા વર્ષો પહેલા અમારો એક એવો દિવસ આવ્યો હતો.

જ્યારે અમને પહેરેલે કપડે ઘરની બહાર નીકળવું પડ્યું હતું હું મારા પતિ તનમય અને મારી હજુ એક દીકરી છે અને મારા સાસુ માં અમે પાંચ જણા પહેરેલે કપડે ઘરની બહાર નીકળી ગયા હતા તે સમયે અમારા પાસે કંઈ જ ન હતું અને ત્યારે એક સમોસા વેચવાનો વિચાર દિમાગમાં આવ્યો અને ડબ્બો લઈને સમોસા વેચવા નીકળ્યા ત્યારબાદ અમારા કામની શરૂઆત થઈ.

તનમયને અમે કામ એટલે કરાવીએ છીએ.જેથી તને શીખ મળે કે કોઈ કામ નાનું નથી હોતું ફક્ત તે કામ ખોટું ન હોવું જોઈએ ખરાબ ન હોવું જોઈએ તે ફક્ત ૧૪ વર્ષનો છે પરંતુ તે ભણે પણ છે અને કામ પણ કરે છે તે ખૂબ જ સમજદાર છે તેને જિંદગી જીવવાની સમજ છે તે અત્યારે આઠમા ધોરણમાં છે અને અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે ભાડું આપી શકીએ અને તેની ફી આપી શકીએ પરંતુ તનમય અમારી પરિસ્થિતિ સમજે છે અને પોતાની રીતે કામ કરે છે કારણ કે એક સમય એવો હતો જ્યારે અમે પાણી પીને અમારો દિવસ કાઢતા હતા અમારા પાસે ખાવા ન પણ પૈસા નહોતા અને તનમય એ પણ એવા દિવસ અમારા સાથે કાઢ્યા છે જેથી તેને સમજણ છે અને તે પોતાની રીતે આ કામ કરે છે.

સંસ્થાને તનમય વિશે આ વાત જાણીને ખૂબ જ ખુશી થઈ અને તેમણે નિશ્ચય કર્યો કે એક વર્ષ સુધીનું તનમયની સ્કૂલની ફી સંસ્થા તરફથી આપવામાં આવશે જેથી તેના પરિવારને મદદ મળશે અને આ નાના બાળકની સમજણ સામે શું કહેવું 14 વર્ષીય બાળકો જ્યાં રમતા દેખાય છે આજે અહીંયા એવો જ બાળક આટલી નાની ઉંમરે પોતાના પરિવારને મદદરૂપ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *