બોલીવુડ કિંગખાન અભિનેતા શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મો પઠાનને લઈને ખૂબજ ચર્ચાઓમાં છવાયા છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ ફિલ્મ પઠાનની તૈયારી કરી રહ્યા હતા આ ફિલ્મ ના બે સોગં પણ રીલીઝ થયા છે બેશરમ રંગ અને ઝુમે જો પઠાન જે રીલીઝ થતા જ સો મિલીયન વ્યૂ નો આકંડો.
વટાવી લીધો હતો દર્શકો ફિલ્મ પઠાન ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે એવી ખબરો સામે આવી રહી છે કે શાહરુખ ખાનની ફિલ્મ પઠાને રિલીઝ પહેલા જ એટલા રૂપિયા કમાઈ લીધા છે કે એટલા રૂપિયામાં સાઉથ સુપરસ્ટાર યસ ની ફિલ્મ કેજીએફ 2 બની.
જાય રીપોર્ટ અનુસાર ફિલ્મ બજેટ ની 40 % રકમ શાહરુખ ખાન ને વશુલી લિધી છે જે વેચાણ ઓટીટી પ્લેટફોર્મ પર થયું છે જેના રાઈટ્સ વેચવામાં આવ્યા છે એમેઝોન પ્રાઈમ માં પઠાન ફિલ્મ ના રાઈટ્સ 100 કરોડ માં વેચવામાં આવ્યા છે ફિલ્મ રીલીઝ ના બે મહીના બાદ ફિલ્મ પઠાન ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે.
જેની ઓફિશિયલ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર આ રિપોર્ટ રજૂ થતા દર્શકોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે એપ્રીલ સુધીમાં ઘરે બેસીને દર્શકો આ ફિલ્મને જોઈ શકશે બે નવેમ્બરના રોજ શાહરુખ ખાને પોતાના જન્મદિવસ નિમિત્તે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું ત્યારબાદ બે સોંગ રિલીઝ થતા દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.