હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા સીમા હૈદરના કિસ્સા અંગે તો તમે જાણતા જ હશો.એક પાકિસ્તાની પરણિતા માત્ર પબ્જી ગેમમાં થયેલ પ્રેમના આધારે પતિને છોડી ચાર બાળકો સાથે ભારત પહોંચી છે. હાલમાં પ્રેમના આ કિસ્સાની જેટલી ચર્ચા થઈ રહી છે તેટલા જ આ કહાનીમાં વળાંક પણ આવી રહ્યા છે.
થોડા દિવસ પહેલા જ સીમા હૈદરના પતિ ગુલામ હૈદરે તેની અને સીમાની પહેલી મુલાકાતથી લઈ બંનેના લગ્ન સુધીની વાત મીડિયામાં રજૂ કરી હતી.જે બાદ સીમાએ પતિની તમામ વાતો ખોટી હોવાનો દાવો કર્યો હતો એ તો તમે જાણતા જ હશો.
આ જ વાતને લઈ હાલમાં એક મહત્વની ખબર સામે આવી રહી છે.
જે અનુસાર સીમાના પતિએ તેમના કોર્ટ મેરેજ અંગેના કેટલાક પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા છે.સીમા હૈદર જેને થોડા સમય પહેલા ગુલામ હૈદરના તમામ દાવાને નકારી દીધા હતા એટલું જ નહિ ગુલામ સાથે તેના લગ્ન માતાપિતા એ જબરદસ્તી લગ્ન કરાવ્યા હોવાની વાત કરી હતી.
તેના પતિએ હાલમાં એફિડેવિટ રજૂ કર્યું છ.જેમાં સીમાએ કબૂલ કર્યું છે કે તે રિંદ સમાજની છે તેના માતાપિતા લાલચી છે અને જબરદસ્તી ખરાબ વ્યક્તિ સાથે લગ્ન કરાવતા હોવાથી સીમા માતાપિતાના ઘરેથી ભાગી ગુલામ હૈદર પાસે આવી છે.
આ એફિડેવિટમાં ગુલામ અને સીમાની સહી છે.
ગુલામ હૈદરનું કહેવું છે કે તે સીમાના કહેવા પર લગ્ન બાદ કરાંચી આવ્યો હતો.તે સાઉદીથી સીમાને પૈસા મોકલતો હતો.હાલમાં જ સીમાએ નવો મોબાઈલ લીધો હતો. એટલું જ નહિ હાલમાં જ ભારત આવતા પહેલા સીમાએ પતિ પાસેથી ૩લાખ રૂપિયા લીધા હતા.જે પૈસા તેને સચિન ને મળવા માટે ખર્ચી દીધા હતા. હાલમાં આ કેસમાં કોણ સાચું કોણ ખોટું તે તો આવનારો સમય જ જણાવી શકે.