હાલમાં સીમા હૈદર મામલે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.અનેક લોકો સીમા અને સચિનના પ્રેમ અંગે પોતાના મત રજૂ કરી રહ્યા છે.એવામાં ન્યુઝ મીડિયા દ્વારા ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પાસેથી પણ આ અંગે મત જાણવામાં આવી રહ્યા છે.
એ તો તમે જાણતા જ હશો.જો કે પાકિસ્તાની મહિલા અને ભારતીય મહિલા વચ્ચે સીમા મામલે ફર્ક જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ એક પાકિસ્તાની મહિલાનો વિડિયો સામે આવ્યો હતો જેમાં તે સીમાને સમર્થન આપતી જોવા મળી હતી તેનું કહેવું હતું.
કે જો પતિ દૂર હોય અને મહિલા એકલતા અનુભવે તો આ સ્થતિ ઉદભવે જ.સાથે જ તેનું કહેવું હતું કે જો સીમા પ્રેમને કારણે ભારત ગઈ હોય તો તેને ત્યાં રહેવા દેવી જોઈએ.સાથે જ મહિલાએ પાકિસ્તાનની હાલત અંગે પણ વાત કરી હતી.
વાત કરીએ ભારતીય મહિલાની તો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સીમાનું નામ સાંભળતા એક મહિલા ચપ્પલ હાથમાં લેતી જોવા મળી રહી છે.મહિલાનું કહેવું છે કે સીમાનો પ્રેમ તો મૌસમની જેમ બદલાયા કરે છે,સચિન થી મન ભરાઈ જશે તો ફરી પબ્જી પર કોઈ બીજો વ્યક્તિ શોધી લેશે.
મહિલાનું કહેવું છે કે સીમા ચાર બાળકની મા છે સચિન સાથે ફરી બાળકો થશે અને આવી રીતે જો મુસ્લિમ લોકો ભારતમાં આવશે તો એ દિવસ દૂર નથી જ્યારે હર ઘર મોદીને બદલે હર ઘર મુસલમાનના નારા લગાવવા પડશે. મહિલાએ કહ્યું કે સીમા જો તેની સામે હોય તો તેને ચપ્પલથી માર માર્યો હોત.
સાથે જ મહિલાએ દેશની જનતા તેમજ પીએમ મોદી પર પણ રોષ વ્યક્ત કર્યો.મહિલાએ કહ્યું કે નેપાળ એ ગુનાઓનું હબ છે,દરેક ગુનેગાર ત્યાંથી આવે છે અને ત્યાં છુપાય છે એ વાત જાણવા છતાં લોકો સીમાને સાથ આપી રહ્યા છે વિકાસ કી ચાવી સીમા ભાભીના નારા લગાવી રહ્યા છે.
મહિલાએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પાકિસ્તાન થી હિન્દુઓને ભારત લાવવાની વાત કરી રહ્યા હતા પરંતુ એક મુસ્લિમ ભારત આવી ગઈ છે અને હવે તેના બાળકોથી મુસ્લિમ વધશે.મહિલાનું કહેવું છે કે આ અંગે તપાસ થવી જોઈએ.
મહિલાએ સીમાના ભાઈ અંગે પણ વાત કરી તેને કહ્યું કે સીમાનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે જે પણ શંકાની વાત છે.
જણાવી દઇએ કે મહિલાના આ નિવેદન પર લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.