હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ પબ્જી વાળાં પ્રેમ અંગે તો તમે જાણતા જ હશો.એક ઓનલાઇન ગેમ ને કારણે ભારતીય યુવકના પ્રેમમાં પડેલી સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પોતાના ચાર બાળકો સાથે વિઝા વિના જ ભારત પહોંચી છે.
જેને કારણે હાલમાં દેશમાં ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક પાકિસ્તાનથી ભારત આવેલી સીમા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે,તેના પર જાસૂસ હોવાની આશંકા જતવાઈ રહી છે સાથે જ તેના પાકિસ્તાની હોવા અંગે પણ હજી પૂરતા પુરાવા નથી મળી રહ્યા.
એવામાં હાલમાં એક મહત્વની ખબર સામે આવી છે,જે અનુસાર સીમા હૈદરને પાકિસ્તાનમાં એક પ્રેમી હોવાની જાણકારી મળી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં સીમા કોઈ યુવક સાથે જોવા મળી રહી છે.
ખબર અનુસાર ગુલામ હૈદર સાથે લગ્ન થયા પહેલા સીમાએ આ યુવકને પ્રેમજાળમાં ફસાવી લગ્નના વાયદા કરી ૩૦ લાખ રૂપિયા લીધા હતા.આ યુવકનું નામ એઝાઝ હોવાનું સામે આવી રહ્યું છે. વિડિયોનું માનીએ તો સીમા હનીટ્રેપ ના કામમાં સંડોવાયેલી છે તેમ કહી શકાય.
આ સાથે જ તેના કેટલાક ફોટા પણ સામે આવ્યા છે જેમાં તે કપાળમાં ચાંદલો લગાવી તૈયાર થયેલી જોવા મળે છે.આ ફોટા પાકિસ્તાનના છે. આ ફોટા સીમાના પાકિસ્તાની જ નહિ મુસ્લિમ હોવા પર પણ પ્રશ્ન ઉઠાવે છે.જો કે આ ફોટા તેમજ વિડિયો વાયરલ થયેલા છે જેની હકીકત અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી.