તમે ફિલ્મોમાં પ્રેમ માટે સરહદ પાર કરતા અને પોતાના સમાજ સાથે લડી લેતા વ્યક્તિને તો જોયા હશે પરંતુ હાલમાં ભારતમાં પ્રેમનો આવો એક કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે જેને ન માત્ર સામાન્ય લોકો પરંતુ સરકાર ને પણ વિચારમાં મૂકી દીધા છે.
વાત કરી રહ્યા છીએ પાકિસ્તાની સીમા હૈદર અને ભારતીય યુવક સચિન મીણા વિશે. પબ્જી ગેમથી એકબીજાના સંપર્કમાં આવેલ સચિન અને સીમા એકબીજાના પ્રેમમાં એવા ડૂબ્યા કે સીમા પરણિત હોવા છતાં તેમજ ચાર બાળક હોવા છતાં પાકિસ્તાનની સરહદ ઓળંગી ભારત આવી ગઈ છે.
મહત્વની વાત એ છે કે સીમા પાકિસ્તાન પરત જવાની ના કહી રહી છે.સીમાનું કહેવું છે કે તે પોતાની મરજી થી ભારત આવી છે અને તેના પતિએ આ વાત માની લેવી જોઈએ.સીમાનો આરોપ છે કે પાકિસ્તાનના જે ગામમાં તે રહેતી હતી ત્યાં પોલીસનો ડર નથી.ત્યાંની સ્ત્રીઓ પીડિત હોવા છતાં પોલીસ મદદ નથી કરી રહી.
તેનું કહેવું છે કે પાકિસ્તાનના હિન્દુઓ એટલા ખુશ નથી જેટલા ભારતમાં મુસ્લિમ ખુશ છે.તે ભારતમાં રહેવા ઈચ્છે છે તે ભારતને પ્રેમ કરે છે અને જો તેને પાકિસ્તાન જવું પડ્યું તો તે અહી મરીને જ પાકિસ્તાન જશે કારણ કે પાકિસ્તાન ગયા પછી તે જીવિત નહિ રહે.
તેનું કહેવું છે કે તેને સચિનના પ્રેમમાં પોતાની ભાષા,પહેરવેશ બદલી હિન્દુધર્મ સ્વીકાર્યો જે વાતથી તેના પતિ હૈદરના ઘમંડ પર વાત આવી ગઈ છે.મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સીમાએ જણાવ્યું કે હાલમાં તેને પતિના સગા સંબંધી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.
તે લોકોનુ કહેવું છે કે સીમા પાકિસ્તાન ન ગઈ તો ત્યાંના હિન્દુઓને મુશ્કેલીઓમાં મૂકી દેશે. ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય મંત્રી કિશોર કૌશલે પણ આ મામલે મત રજૂ કર્યો છે.તેમનું કહેવું છે કે સીમા પોતાની મરજી થી આવી છે.
તેને પાકિસ્તાન કે ભારતની જબરદસ્તી નથી.સાથે જ તેમણે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું પાકિસ્તાન સરકારના કોઈ નિયમ કાનૂન નથી.તે લોકોએ કોઈ એક્શન લેવા જોઈએ.પાકિસ્તાનમાં હમેશા ગુંડા રાજ જ ચાલ્યું છે