sasu na tras thi ghare thi bhagi aavya ben

સાસુના ત્રાસ થી ઘરે થી ભાગી આવ્યા આ બેન ! પતિ પણ બીજીને લઈને ભાગી ગયો છેવટે સુરતમાં આવીને…

Story

સ્ત્રીઓનું સન્માન કરવું એ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે.આપણા વેદ, કથા દરેક વસ્તુઓમાં સ્ત્રીઓને, યુવતીઓને દેવી લક્ષ્મી, સરસ્વતી કે દુર્ગા તરીકે સંબોધવામાં આવે છે એ તો તમે જાણતા જ હશો પરંતુ આ સાથે જ તમે એ વાત પણ જાણતા જ હશો કે આજના આ આધુનિક યુગમાં પણ ભારત દેશમાં ઘરેલુ હિંસાના અનેક કિસ્સા સામે આવતા હોય છે.

અનેકવાર સમાચારોમાં સાસુ સસરા કે પતિ દ્વારા પત્ની સાથે મારપીટ કરવાના, પત્નીને ગરમ વસ્તુથી ડામ આપવાના, પત્ની પર દહેજ માટે બળજબરી કરવાના કિસ્સા સાંભળવા મળતા હોય છે.તેમાં પણ બિહાર બાજુના રાજ્યોમાં આ પ્રકારના કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

હાલમાં બિહારથી આવો જ એક ઘરેલુ હિંસાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ન માત્ર પતિ દ્વારા પરંતુ સાસુ-સસરા દ્વારા પણ ઘરની વહુ સાથે મારપીટ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહિ એટલું જ નહીં યુવતી સાથે મારપીટ કર્યા બાદ તેને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ઘટનાની વિગત જોઈએ તો હાલમાં જ સુરતના રેલ્વે સ્ટેશન પર એક યુવતી પોતાની નાની દીકરી સાથે એક જ જગ્યા પર બેસી રહેલી જોવા મળી હતી. લાંબા સમયથી યુવતીને બેસેલી જોઈ રેલ્વે સ્ટેશનના એક મહિલા કર્મચારી એ તેની પૂછપરછ કરી હતી.જે બાદ યુવતી બિહાર થી દુર આવેલ એક ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ યુવતીએ જણાવ્યું કે તેના પતિ દારૂ પીને તેની સાથે મારપીટ કરતા હતા. તેમને મારપીટ કર્યા બાદ યુવતીને ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું. જે બાદ યુવતી પોતાની નાની દીકરીને લઈ સુરત આવી પહોંચી હતી.

જો કે મહિલા કર્મચારી એ યુવતી અંગે પોપટભાઈ ફાઉન્ડેશન ની ટીમને જાણ કરી હતી. જે બાદ પોપટભાઈ એ સુરત માનવ સેવા મંદિરમાં યુવતીના રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. યુવતીએ પોપટભાઈ સાથે વસ્ત કરતા જણાવ્યું હતું કે, તે ૧૫ વર્ષની હતી ત્યારે જ તેના લગ્ન કરવામાં આવ્યા હતા.તેના ભણવું હતું પરંતુ ભણવાની પરવાનગી મળી ન હતી. યુવતીએ કહ્યું કે તે અહી રહી કોઈપણ કામ કરશે અને પોતાની દીકરીને ભણાવશે કારણ કે તેનું આ દુનિયામાં હવે કોઈ નથી. તેના પિયરમાં પણ તેનું કોઈ જ નથી.

આ કિસ્સા પરથી કહી શકાય કે મોર્ડન બનવાની વાતો કરતાં આપણા ભારત દેશમાં હજુ પણ એવા અનેક રાજ્યો છે જ્યાં બાળ લગ્ન કરવામાં આવે છે, જ્યા યુવતીઓને હજી પણ પુરુષ કરતા નીચી સમજવામાં આવે છે. આ સ્થતિમાં પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે કાગળ પર મહિલાઓ માટેના કાયદાઓનું અસરકારક રીતે પાલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *