Cli
know about this amazing men who know english

LNTમાં જોબ, ઇંગ્લિશ માં પાવરફૂલ તેમ છતાં પરિવારમાં આ અણબનાવને કારણે થઈ આવી હાલત…

Story

તમે મોટીવેશનલ સ્પીચ માં અનેકવાર સાંભળ્યું હશે કે માણસને જો પરિવારનો સાથ ન મળે તો તે પાગલ જેવો બની જતો હોય છે. પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવા છતાં જો તે લોકો તમારી કદર ન કરે અથવા તમારી લાગણીઓ કે વાતોને સમજવાનો પ્રયાસ સુધ્ધા ન કરે તો ગમે તેટલા પૈસા કમાતો માણસ હતાશામાં ગરકાવ થઈ જતો હોય છે.

આ બધી વાતો સાંભળતા સમયે આપણને થાય કે, આ શું મોટી મોટી વાતો કરે છે.પૈસા હોય તો માણસ એકલો કેવી રીતે પડી શકે? પૈસાથી માણસ દરેક વસ્તુ ખરીદી શકે, ગમતી જગ્યા પર ફરવા જઈ શકે છે, જે કરવું હોય તે કરી શકે છે, ઈચ્છે તો એકલો ઘર લઈને પણ રહી શકે છે. આ બધા જ વિચારો આપણા મગજમાં આવતા હોય છે. અને એક રીતે આ વિચાર સાચા પણ છે, પૈસાથી માણસ વસ્તુઓ ખરીદી શકે છે, ફરવા જઈ શકે છે, ઘર પણ ખરીદી શકે છે પરંતુ નથી ખરીદી શકતો તો બસ સાચા વ્યક્તિ, સાચી લાગણીઓ.

દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને માટે પરિવાર , લાગણીઓ , સંબંધો આ તમામ વાતો પૈસાથી ઉપર હોય છે . આવા વ્યક્તિને જ્યારે પરિવારનો સહકાર કે પ્રેમ ન મળે ત્યારે કેવી પરિસ્થતિ સર્જાય તેનું સાચું ઉદાહરણ આજે સુરતમાં સામે આવ્યું છે.વાત છે સુરતના રહેવાસી પ્રકાશભાઈ ની . પ્રકાશભાઈ વર્ષોથી સુરતના રાંદેર બાજુના વિસ્તારમાં આવેલ હની પાર્કમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પ્રકાશભાઈ શરૂઆતમાં ડેટા એન્ટ્રી ની જોબ કરતા હતા. જે બાદ તેમને એલએનટી કંપનીમાં નોકરીની શરૂઆત કરી હતી.તેઓ ઘણા સમય સુધી પોતાના પરિવાર સાથે રહ્યા. પરંતુ અચાનક જ પરિવારમાં કંકાસ વધતા તેમને પોતાનુ ઘર છોડી દીધું.વર્ષ ૨૦૧૦ માં તેઓ એકલા રહેવા લાગ્યા. હજુ પણ જીવન સુખમય ચાલતું હતું .પરંતુ ઈશ્વર જાણે અચાનક પ્રકાશ ભાઈને શું થયું કે તેમને પોતાનુ એ ઘર પણ છોડી દીધું અને રસ્તા પર પાગલની જેમ જીવવા લાગ્યા.

હાલમાં જ પ્રકાશભાઈ ને જાણતા અને આસપાસ રહેતા લોકોએ તેમની સ્થતિ અંગે પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમને જાણકારી આપી હતી. જે બાદ ટીમે ત્યાં પહોંચી પ્રકાશભાઈ સાથે વાત કરી હતી. મહત્વનું છે કે પ્રકાશભાઈ કડકડાટ અંગ્રેજી બોલી શકે છે. જો કે શરીરનું હલનચલન ઓછું થઈ ગયું હોવાથી હાલમાં તેમના પગ બિલકુલ વલી ગયા છે. પ્રકાશભાઈ ની સ્થતિ અંગે જાણ્યા બાદ પોપટભાઈ ની ટીમ દ્વારા તેમને નવડાવી ને સારા કપડા આપવામાં આવ્યા. સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *