કહેવાય છે ને પ્રેમથી બધું જ મેળવી શકાય.પ્રેમથી માત્ર વ્યક્તિ ને જ નહિ પશુ પક્ષીને પણ પોતાના દોસ્ત બનાવી શકાય છે.
આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી.હાલમાં સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં આવેલ એક સત્ય હકીકત છે.સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલ સારસ પક્ષી અને આરીફ નામના વ્યક્તિની દોસ્તી તો તમને યાદ જ હશે.
સોશિયલ મીડિયા પર બંનેના વીડિયો વાયરલ થયા બાદથી જ વન વિભાગે સારસને આરીફ પાસેથી લઇ લીધું હતું હાલમાં આ જ આરીફની એક નવા પક્ષી સાથે દોસ્તી થઈ હોવાની ખબર સામે આવી રહી છે.મળતી માહિતી અનુસાર આરીફની બાજ સાથે દોસ્તી થઈ ગઈ છે.
આરીફના જણાવ્યા અનુસાર તેની સંસ્થા પક્ષીઓના બચાવનું કાર્ય કરે છે.તેમને બાજના ઘાયલ થયાની સૂચના મળી હતી જે બાદ તે બાજની સારવાર માટે તેની પાસે ગયો હતો.આરીફનું કહેવું છે કે પહેલા તો બાજ ઉડી ગયું હતું પરંતુ થોડીવાર બાદ તે પરત આવ્યુ હતું.
આરીફ તેને રાયબરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો.સારવાર બાદ આરીફે તેને છોડી દીધું હતું પરંતુ બાજ ફરી તેની પાસે આવી ગયું હતું આરીફના જણાવ્યા અનુસાર બાજ હમેશા તેની આસપાસ રહે છે.ક્યારેક થોડા દિવસ ઉડી જાય તો પણ પરત આવી જ જાય છે.
સામાન્ય રીતે બાજથી લોકોને ડર લાગતો હોય છે પરંતુ આરીફ બાજને પોતાના હાથ પર બેસાડી તેને ખાવા પણ આપે છે.બાજ તેને કઈ પણ કરતું નથી.