Cli
sansad breaking news

સાંસદ સુરક્ષા ભંગ મામલે આરોપીઓએ કોર્ટમાં કરી દીધો નેતાના નામ નો ખુલાસો?

Breaking

એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૦૧માં ૧૩મી ડિસેમ્બરે સાંસદ ભવન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દિલ્હી પોલીસના કેટલાક કર્મચારીઓએ જીવ પણ ગુમાવ્યો હતો જે બાદ ગત ૧૩ ડિસેમ્બરે ફરી સંસદ ભવનમાં આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. ૨૨ વર્ષ બાદ ફરીવાર સંસદના કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જો આ હુમલામાં કોઈ ખાસ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી.

તેમજ હુમલો કરનાર આરોપીઓમાથી કેટલાક ને તે સમયે જ પકડી પાડવામાં આવ્યા હતા તો સાંસદની સુરક્ષા ભંગમાં સંડોવાયેલા આરોપી લલિત ઝા ની પણ ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ હાલમાં આ મામલામાં અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે વિગતે વાત કરીએ તો ૧૩ ડિસેમ્બરના રોજ સાંસદ ભવનમાં કાર્યવાહી ચાલી રહી હતી.સાંસદ સ્વગેન મુર્મુ લોકસભામાં પોતાની વાત રજૂ કરી રહ્યાં હતાં.

તે જ સમયે અચાનક બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને અંદર આવી ગયા હતા ખબર અનુસાર એક વ્યક્તિના બૂટમાં કોઈ સ્પ્રે હતો જેના કારણે ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સાંસદ ભવનમાં અફરાતફરી મચી ગઈ હતી લોકો ડરી ગયા હતા જેને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે સાંસદમાં પ્રવેશેલા બે વ્યક્તિઓને તરત જ પકડી લેવામાં આવ્યા હતા.

જે બાદ હાલમાં આ જ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું તેમજ તેના પર કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે આ મામલે મળેલી માહિતી અનુસાર સંસદમાં થયેલ હુમલા બાદથી જ તેના સુરક્ષા ભંગ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જે વાત પોલીસ દ્વારા લલિત ઝા ની રાજસ્થાન થી ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ મહેશ કુમાવતનું નામ પણ સામે આવ્યું હતું.

હાલમાં આજ મહેશ કુમાવાતને પટિયાલા કોર્ટ હાઉસમાં રજૂ કરવામાં આવ્યો છે પટિયાલા કોર્ટે આરોપીને સાત દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરે મહેશ કુમાવતને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે મહેશ કુમાવતે આ કેસના આરોપીના ફોન નષ્ટ કરવાનું કામ કર્યું હતું.

જોકે કાયદાકીય કાર્યવાહી માટે સુનાવણી દરમિયાન આરોપી મહેશ કુમાવતને દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વકીલ પૂરો પાડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસના વકીલ અતુલ શ્રીવાસ્તવ તરફથી આ તમામ આરોપીના ગુના UAPAની કલમ ૧૬ A હેઠળ આવતા હોવાનું કોર્ટમાં કહેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *