આજના યુગમાં પૈસા કમાવવા તો સૌને ગમતા હોય છે પરંતુ તેનો ટેક્સ ભરવો એ કોઈપણ વ્યક્તિ માટે મુશ્કેલીનું કામ હોય છે રોજના લાખો રૂપિયા કમાનાર બિઝનેસમેન હોય કે કરોડો કમાનાર બિઝનેસમેન દરેક વ્યક્તિ હર હંમેશ ટેકસમાથી કઈ રીતે બચી શકાય છે તે અંગે જ વિચાર કરતો જોવા મળતો હોય છે.
પરંતુ આજના આ લેખમાં અમે તમને એક એવા ગુજરાતી બિઝનેસમેન વિશે જણાવીશું જેમને કરોડો રૂપિયાનો ટેકસ એડવાન્સમાં ચૂકવ્યો છે.હવે જો તમે એમ વિચારવા લાગ્યા હોય કે આજના યુગમાં આવો દાનવીર કર્ણ કોણ છે જેને કરોડો રૂપિયાનો ટેકસ એડવાન્સ ભરવાની હિંમત કરી છે? તો તમને જણાવી દઈએ કે આ ગુજરાતી એટલે બીજું કોઈ નહિ પરંતુ આર્યુવેદિક સેસા હેર ઓઈલ કંપનીના માલિક ડાહ્યા ભાઈ ઉકાણીના પુત્ર મૌલેશ ઉકાણી છે.
મળતી માહિતી અનુસાર હાલમાં બાન લેબ્સ નામની કંપનીના માલિક મૈલેશ ઉકાણી એ પોતાની કંપનીનો વ્યવહાર સ્પષ્ટ રાખવા તેમજ લોકોનો તેમની કંપની પરનું વિશ્વાસ જળવાઈ રહે તે માટે વર્ષ ૨૦૧૮માં ૨૫૭ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.
જોકે વાત કરી સેસા હેર ઓઇલ બ્રાન્ડ વિશે તો આ બ્રાન્ડની શરૂઆત મૌલેશભાઈના પિતા ડાહ્યાભાઈ એ માત્ર ૧૬હજાર રૂપિયાના રોકાણથી કરી હતી જાણકારી અનુસાર શરૂઆતમાં મૌલેશભાઈ પિતાની કંપનીમાં લોકો માટે ચા પાણી લઈ જવું, ટપાલો સાચવવી વગેરે કામ કરતા હતા પરંતુ કેમેસ્ટ્રી વિષય સાથે બીએસસી પૂરું કર્યા બાદ તેઓ આ કામમાં પૂરી રીતે જોડાઈ ગયા અને તેમને પિતાના આ કામને ખૂબ જ આગળ વધાર્યું હતું.
જોકે થોડા વર્ષ પહેલા મૌલેશ ભાઈએ સેસા હેર ઓઈલ બ્રાન્ડનો હિસ્સો ૧૨૫૦ કરોડમાં વેચ્યો હતો.તેમ છતાં જો તેમની કમાણી અંગે વાત કરીએ તો મૌલેશ ભાઈ પાસે એટલી અઢળક કમાણી છે કે તેમને પોતાના દીકરાના લગ્નની કંકોત્રી પાછળ ૭ હજારનો ખર્ચ કર્યો હતો સાથે જ હનીમૂન સ્યુટની વાત કરીએ તો તેમના દીકરાના લગ્ન જોધપુરની જે ઉમેદભવન પેલેસમાં કરવામાં આવ્યા હતા તે હોટેલના હનીમૂન સ્યુટનું ભાડું સાડા સાત લાખ રૂપિયા હતું.