Cli

સંજય દત્ત ભારત છોડો… એક્ટર પર લાલપીળા થાય આ BJP નેતા, કારણ જાણી ચોંકી જશો.

Uncategorized

12 વર્ષ પહેલાની સરખામણીમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ તો બિલકુલ ઘટી ગયું છે. નક્સલવાદ લગભગ સમાપ્ત થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં માફિયાનું રાજ પણ ખતમ થઈ ચૂક્યું છે. પૂર્વોત્તરમાં એકંદરે શાંતિ છે, એટલે કે દેશના કરોડો લોકોને શાંતિ મળી ગઈ છે. જો કે દેશમાં એક વ્યક્તિ એવી છે જેને શાંતિનો અનુભવ જ નથી થઈ રહ્યો અને તે છે ફિલ્મસ્ટાર સંજય દત્ત. તે હાલમાં જ શેખર સુમનના શોમાં ગયો. અહીં શેખર સુમને તેને દેશની પરિસ્થિતિ વિશે એક સવાલ કર્યો. સંજયે તેના જવાબમાં જે કહ્યું, તેનાથી એક મોટો વિવાદ સર્જાયો. સૌથી પહેલા તો તમે જાણો કે આખરે સંજય દત્તે શું કહ્યું.સંજયે કહ્યું કે દેશની જનતા પ્રેમાળ છે, દેશમાં શાંતિ હોવી જોઈએ. મને આપણા દેશમાં હવે એ શાંતિની અનુભૂતિ થતી નથી. હું માનું છું કે ભારતીયો તો ઉદાર સ્વભાવના છે. આપણે મહેમાનોનું દિલથી સ્વાગત કરીએ છીએ. આપણે હંમેશા એવા જ રહેવું જોઈએ.

હું શિવજીને એ જ પ્રાર્થના કરું છું કે શાંતિનો એ સમય જલ્દી આવે.સ્વાભાવિક રીતે સંજય દત્તને દેશમાં શાંતિનો માહોલ ન લાગે તો વિવાદ તો થાય જ. જો કે તે આટલેથી અટક્યો નહોતો, જાણે કે તે નક્કી કરીને જ આવ્યો હતો કે મારે વિવાદ ખૂબ જ વધારવો છે. શેખર સુમને તેને દેશના પીએમની જેમ સ્પીચ આપવા માટે કહ્યું, જેમાં તેણે કહ્યું કે હું વારંવાર વિદેશ નહીં જાઉં પરંતુ તમારી વચ્ચે જ રહીશ. ઘણા બધા લોકો માને છે કે તેણે પીએમ મોદી માટે જ આ વાત કહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યાં જ્યાં મારો ફોટોગ્રાફ છે તેને હું હટાવી દઈશ, તેની જગ્યાએ ગાંધીજીનો ફોટો મૂકીશ. આ બધાની સાથે જ તેણે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ટાર્ગેટ કર્યા.હવે સંજયની વાતનું થોડું પોસ્ટમોર્ટમ કરી લઈએ. તમને યાદ હશે કે હથિયારોના કેસમાં સંજય દત્તને આરોપી બનાવવામાં આવ્યો હતો. તમને યાદ હશે કે 1993ની 12મી માર્ચે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

તેના થોડા દિવસ પહેલા એક વાન સંજય દત્તના ઘરે આવી, જેમાં હેન્ડ ગ્રેનેડ અને AK-47 જેવા હથિયારો હતા. દાઉદ ઇબ્રાહિમની ગેંગનો અબુ સાલેમ એ હથિયારો લઈને સંજયના ઘરે ગયો હતો. એમાંથી સંજયે કેટલાક હેન્ડ ગ્રેનેડ અને બંદૂક લીધા હતા. તે પછી તેણે હેન્ડ ગ્રેનેડ અને હથિયારો પાછા આપી દીધા હતા, તેણે માત્ર AK-47 રાખી હતી. આ કેસમાં સંજયને સજા પણ થઈ હતી. દાઉદની ગેંગે જ મુંબઈમાં વિસ્ફોટો કરાવ્યા હતા, જેમાં 267 લોકોના જીવ ગયા હતા. જો સંજયે પહેલાથી જ દાઉદની આ ગેંગ વિશે જાણ કરી હોત તો આ વિસ્ફોટો ન થયા હોત.

મૂળ કહેવાનો સાર એટલો જ છે કે સંજય દત્તે ગેંગસ્ટરના એટલા બધા રોલ કર્યા છે કે તેને હથિયારો વિના શાંતિ અનુભવાતી જ નથી. જો કે તેની આ વાતથી ભારતમાં અનેક લોકો નારાજ છે. તેઓ કહી રહ્યા છે કે જો સંજય દત્તને ભારતમાં શાંતિ ન લાગતી હોય તો તેઓ પાકિસ્તાન જતા રહે. ભાજપના નેતા પરિણય ફૂકેએ આ જ વાત કહી હતી. સૌથી પહેલા તમે ભાજપના નેતાને સાંભળો.”મને એવું લાગે છે કે સંજય દત્ત સઠીયા ગયા છે અને ઉંમરની સાથે સાથે આ પ્રકારના બેતુકા નિવેદનો થતા રહે છે અને મને એવું લાગે છે કે જે રીતે તેઓ અનેક દારૂની બ્રાન્ડ હમણાં લોન્ચ કરી છે તેની પણ અસર તેમના પર થઈ રહી છે અને સંજય દત્તજીને જો ભારતમાં શાંતિ ન મળતી હોય તો નિશ્ચિત રીતે પાકિસ્તાનમાં તેમને શાંતિ મળશે અથવા તો પછી તેમને યરવડા જેલમાં શાંતિ મળશે, મને એવું લાગે છે બંનેમાંથી એક જગ્યાએ તેઓ ચાલ્યા જાય.”ભાજપના નેતાએ કહ્યું કે સંજય દત્તે પાકિસ્તાન કે પછી યરવડા જેલમાં જવું જોઈએ. વિરોધ જોઈને સંજુ બાબાને પણ ખ્યાલ આવી ગયો કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે, એટલે તેમણે અંતે આવીને ખુલાસો કર્યો. તેમણે X પ્લેટફોર્મ પર પોસ્ટમાં લખ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈપણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણી દુભાવવાનો, તેમનું અપમાન કરવાનો કે તેમનો અનાદર કરવાનો મારો ક્યારેય કોઈ ઈરાદો રહ્યો જ નથી.

મારી ટિપ્પણીઓ એક સ્ક્રિપ્ટેડ વાતચીતના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેનો હેતુ હળવી અને રમૂજી વાતચીત કરવાનો હતો. એની પાછળની ભાવના મુન્નાભાઈ જેવી ફિલ્મોમાં બતાવવામાં આવેલી હાસ્ય અને વ્યંગની શૈલી જેવી હતી. ખાસ કરીને ગાંધીગીરીની એ વિચારધારાથી પ્રેરણા લેવામાં આવી હતી, જેનો હેતુ પ્રેમ, એકતા અને સદભાવનાનો સંદેશ આપવાનો હતો. પરંતુ કમનસીબે મારી વાતને મૂળ સંદર્ભથી અલગ રીતે સમજવામાં આવી.સંજય દત્તે સ્પષ્ટ કહ્યું કે આખી વાત સ્ક્રિપ્ટેડ હતી, એટલે કે શેખર સુમન અને સંજય દત્તના સંવાદો પહેલેથી લખી રાખવામાં આવ્યા હતા, જેનાથી ખ્યાલ આવે છે કે કદાચ એ સંવાદો શેખર સુમને લખ્યા હશે. અહીં બે સંભાવના છે, એક તો શેખર સુમન પોતાની વિચારસરણી લાદવા માંગતો હશે, એટલે કે સરકાર વિરુદ્ધ વાત ફેલાવવા માંગતો હતો અને બીજી સંભાવના એવી હોઈ શકે કે વિવાદ જગાવવાનો જ હેતુ હોઈ શકે. શેખર સુમન સારી રીતે જાણે છે કે આવા નિવેદનોથી વિવાદ થાય એટલે લોકો તેમના શોની ચર્ચા કરે. સંજય અને શેખરનો હેતુ જે કંઈ પણ હોય, પરંતુ જાહેર હસ્તીઓએ બોલતા પહેલા સારી રીતે વિચારી લેવું જોઈએ.

હવે જતાં જતાં બીજા એક સમાચાર પર નજર કરીએ. આખા દેશમાં ખાદ્ય સામગ્રીના શુદ્ધિકરણ માટે એક ઝુંબેશ ચાલી રહી છે. ખાદ્ય ચીજોને લઈને FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્યવાહી કરી રહી છે. એવરેસ્ટના જીરું પાવડર સામે કાર્યવાહી થઈ છે. ગોવાના એક રિસોર્ટમાંથી એવરેસ્ટના જીરા પાવડરનો નમૂનો લેવામાં આવ્યો. જેની તપાસ કરાઈ તો ખ્યાલ આવ્યો કે એમાં બે જંતુનાશકોના અવશેષો નક્કી કરાયેલી મર્યાદા કરતાં વધુ મળી આવ્યા. એની વધુ તપાસ કરવામાં આવી, એમાં પણ નમૂનો અસુરક્ષિત હોવાનું સામે આવ્યું. ત્યારબાદ FSSAIએ આ સમગ્ર બેચને બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપ્યો છે. આ ઘટના સૂચવે છે કે ભારતમાં જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભારતના લોકોની સુરક્ષાને પણ જોખમ છે.હવે વાત કરીએ સુગર એન્ડ સ્પાઇસની. સુગર એન્ડ સ્પાઇસ બેકરી, કેક અને પેસ્ટ્રી અને ફાસ્ટફૂડની શોપ્સની એક ચેઇન છે. એના એકમોમાં તપાસ કરાઈ.

આ તપાસ દરમિયાન બહાર ગંદકી જોવા મળી. ખાદ્ય ચીજો બનાવવાની જગ્યાએ ધૂળ, જાળા અને માખીઓ હતી. કાચો માલ ખુલ્લામાં મૂકવામાં આવેલો હતો અને જૂનો માલ તથા કચરો પણ જમા થતો હતો. જીવાત નિયંત્રણની વ્યવસ્થા પણ યોગ્ય ન હતી. આ ગંભીર બેદરકારીને કારણે કંપનીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે. અત્યારે હાલ ખાદ્ય ચીજોનો વ્યવસાય બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. લોકોના જીવને જોખમમાં મૂકતી કંપનીઓ અને લોકોને આકરામાં આકરી સજા થવી જોઈએ. દરેક કોળિયો સુરક્ષિત હોવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *