બોલીવુડ ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના નિધન બાદ હવે એક વાર ફરી એક દુઃખદ ખબર સામે આવી રહી છે અને આ ખબર સતીશ કૌશિકના સાથી પ્રદીપ સરકારને લઈને સામે આવી રહી છે પ્રદીપ સરકાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા જેમને ઘણી બધી.
ફિલ્મો ડિરેક્ટ કરી હતી પોતાની 67 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા છે તેમને શું થયું હતું તે વાતની જાણકારી સામે આવી નથી પરંતુ તેમના નિધનના સમાચાર તેમના મિત્ર હંસલ મહેતાએ આપ્યા છે હંસલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમને લખ્યું હતું કે આર આઈ પી દાદા જેમની.
આ પોસ્ટ સામે આવતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી પ્રદીપ સરકાર ના આકસ્મિક નિધન બાદ બોલિવૂડ માં મો!તનું માતમ છવાયું છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર પ્રદીપ સરકારે ઘણી બધી ફિલ્મો આપી છે જેમાં રાની મુખર્જી ની ફિલ્મ મર્દાની અભિનેત્રી કાજોલ ની ફિલ્મ હેલીકોપ્ટર ઈલા અને.
વિદ્યા બાલનની ફિલ્મ પરીનીતા જેવી ઘણી ફિલ્મો પ્રદીપ સરકારે બનાવી છે હેલિકોપ્ટર ઈલા અને મર્દાની એ ફિલ્મો માં સામેલ છે જે ફિલ્મો સમાજને એક સારો સંદેશ આપે છે અને જે ફિલ્મો સમાજમાં બદલાવ લાવવાનો એક પ્રયત્ન કરે છે આ ફિલ્મોને ડીરેક્ટ પણ પ્રદીપ સરકારે કરી હતી પ્રદીપ સરકારે માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ઘણી.
બધી ટીવી સીરીયલ પણ શુટ કરી છે અને ઘણી સીરીઝ પણ તેમને બનાવી છે પ્રદીપ સરકાર દિવ્યાકા ત્રીપાઠી અને રાજીવ ખંડેલવાલ સાથે એક વેબ સિરીઝ માં કામ કરી ચુક્યા છે પ્રદીપ સરકારના નિધન બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખાલીપો વર્તાઈ રહ્યો છે તેઓ હંમેશા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ફિલ્મો.
બનાવવા માગતા હતા જેનાથી સમાજમાં બદલાવ આવી શકે અને નારી શક્તિને તેઓ વધારે મજબૂત દેખાડવામાં માનતા હતા પરંતુ હવે તેઓ આ દુનિયામાં રહ્યા નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રભુને પ્રાર્થના.