Cli
sachin sima new home

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે ભારતમાં ખરીદ્યું નવું ઘર, પતિ સચિન સાથે કર્યો ગૃહ પ્રવેશ…

Breaking

ગત મહિને ભારતભરમાં બે પાકિસ્તાની પ્રેમ કહાની એ ઊભો કરેલો વિવાદ તો તમને યાદ હશે. એક પ્રેમ કહાનીમાં ભારતની એક પરણિત મહિલા પતિ અને બાળકો છોડી પાકિસ્તાન પોતાના પ્રેમી પાસે ગઈ હતી.એટલું જ નહિ ત્યાં ગયા પછી તેને પોતાનું નામ અને ધર્મ પણ બદલી દીધા હતા.બીજી કહાની જેની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા થઈ હતી તે હતી સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાની.પબ્જીની ગેમ રમતી પાકિસ્તાની પરણિત મહિલા સીમા હૈદર ગેમ મારફત ભારતીય યુવક સચિનના સંપર્કમાં આવી જે બાદ બંને વચ્ચેના સંબંધ ગાઢ બનતા સીમા પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવી પહોંચી હતી.

તે પછી સીમાના જાસૂસ હોવા અંગે કેટલી પૂછપરછ કરવામાં આવી , સાથે જ તેને લઈને સારી ખરાબ વાતો પણ કરવામાં આવી રહી હતી જો કે પાછલા થોડાક દિવસોથી આ મામલો થોડો ઠંડો પડ્યો છે ત્યારે સીમા હૈદરના એક વીડિયોએ લોકોમાં ફરી તેના વિશે ઉત્સુકતા જગાવી છે. હાલમાં સીમા હૈદરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સીમા હૈદર સાડી પહેરી, માથા પર પાલવ નાખી, હાથમાં પૂજાની થાળી રાખી દીવો પ્રગટાવતી જોવા મળી રહી છે.

સાથે જ વીડિયોમાં એક ઘર પણ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે વીડિયોમાં જોવા મળી રહેલું અગર સીમા હૈદર અને સચિનનું પોતાનું ઘર છે. મળતી માહિતી અનુસાર સીમા હૈદર પોતાની યુ ટ્યુબ ચેનલ પરથી પૈસાની અઢળક કમાણી કરે છે જેમાંથી તેને ભારતમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે.જણાવી દઈએ કે, સીમા હૈદરના આ નવા ઘરના ગ્રહ પ્રવેશ દરમિયાન ત્યાં મીડિયા રિપોર્ટર્સ પર હાજર રહ્યા હતા.

કહેવાય છે ને કે દરેકનું પોત પોતાનું નસીબ હોય છે, દરેક વ્યક્તિ એક જ રમત રમતો હોય છતાં કોઈ વ્યક્તિ તે રમતમાં હારી જાય છે તો કોઈ વ્યક્તિ તે રમતમાં જીતી જાય છે આવું જ કઈ હાલમાં સીમા હૈદર અને અંજુ સાથે થયું છે. અંજુ જે ભારતમાંથી પાકિસ્તાન ગઈ હતી તેને પાકિસ્તાન થી ભારત પરત ફરવું પડ્યું છે જ્યારે સીમાએ ભારતમાં જ પોતાનું ઘર બનાવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *