ગુજરાતમાં દીકરીઓની સલામતી માટે પોલીસે હેલ્પલાઇન શરુ કરી છે અને પોલીસે એવા તત્વો સામે લાલ આંખ કરીને કડકાઈ થી સજા આપવાનું આહવાન કર્યું છે એ વચ્ચે તાજેતરમાં ગીર સોમનાથ ના કોડીનાર શહેરના બસ સ્ટેન્ડ પર અચાનક પોલીસે સપ્રાઈસ ચેકીંગ હાથ ધર્યું હતું પોલીસ અધિકારી.
સીટી પી આઈ એમ એમ મકવાણા અને પ્રોબેશન પી આઈ છેલાણા ને શહેરમા અભ્યાસ કરતી દીકરીઓ સ્કુલ કોલેજ માં અભ્યાસ કરતી દિકરીઓ ની સુરક્ષા અને સલામતી ની કામના કરી અગત્યની બેઠક બોલાવી રોડ પર બાગ બગીચામાં શહેરની સ્કુલ કોલેજ બહાર રોમિયોગીરી કરતા યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતા.
દીકરીઓને હેરાન કરતા લોકો વિરુદ્ધ કડક પગલાં ભરવાની કવાયત હાથ ધરી હતી પોલીસનો કાફલો કોડીનાર શહેરના બસ સ્ટેન્ડ પહોચંતા કેટલાક રોમીયો ની હરકતો પોલીસે ધ્યાન માં લેતા જાહેરમાં કાન પકડાવી ને ઉઠક બેઠક કરાવી હતી રોમિયો કગરી રહ્યા હતા કે હવે સાહેબ નહીં કરીએ પરંતુ પોલીસ સતત ઉઠબેઠ કરાવતી રહી સાથે.
પોલીસ અધિકારી એ દિકરીઓ ને સમજાવી હતી કે સ્કુલ કોલેજ બહાર તમારી કોઈ પજવણી કરે તમારો કોઈ પીછો કરે તો મહીલા હેલ્પલાઇન પર કોલ કરો અમને માહીતી આપો પોલીસ હંમેશા દિકરીઓ ની સલામતી માટે કાર્યરત છે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કોડીનાર પોલીસની કામગીરી ની પ્રસંસા ગુજરાત ભર માંથી કરવામાં આવી રહી છે.