90 ના દશકા માં ગુજરાતી ફિલ્મો નો હંમેશા ગુજરાત પર દબદબો રહ્યો છે ગુજરાતી થીયેટરો હાઉસફુલ થઈ જતાં જ્યારે નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી રોમા માણેક અને સ્નેહ લતા જેવા કલાકારો ની ફિલ્મો લાગતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ આમ તો ગુજરાતી ઘણી બધી અભિનેત્રીઓ.
સાથે કામ કર્યું પરંતુ રોમા માણેક સાથે ની દર્શકોએ ખુબ પસંદ કરી રોમા માણેક ની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી જેમાં રોમા માણેક નું સોગં હો રાજ રે મને કેડ કાંટો વાગ્યો થીયેટરો માં સીટીઓ ના નાદે ગુંજી ઉઠતું રોમા માણેક નુ ફિગર આજની.
બોલીવુડ અભિનેત્રીઓ ને પણ ટક્કર મારતું હતું તેની સુંદરતા પણ લોકો ફિદા હતા રોમા માણેક નું નામ આવતા જ લોકો ના ચહેરા પર ગજબની ખુશી છવાઈ જતી હતી અભિનેત્રી રોમા માણેક મૂળ હિમાચલ પ્રદેશની છે તેને ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થતી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે હાલ તે મુંબઈ માં રહે છે 90 ના દશકામા રોમા માણેક ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી હતી 1987 ની ફિલ્મ સાત સાલ બાદ 1991 માં દિલ હૈ કી માનતા નહીં પીછા કરો જમાને સે ક્યા ડરના હમ હૈ કુરબાન જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે ભુમીકા ભજવી હતી.
પરંતુ ગુજરાતમાં તેને મુખ્ય અભિનેત્રી તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી સાલ 1990 માં આવેલી મહાભારત સીરીયલ પાંડુ રાજા ની પત્ની માજરીનું પાત્ર રોમા માણેકે ભજવ્યુ હતુ પોતાના ટુંકા રોલમાં તેને દર્શકો ના દિલ જીતી લીધા હતા ગુજરાતી સિનેના માં તેને દેશ રે જોયા પરદેશ ઉંચી મેડીના ઊંચા મહીસાગરના.
મોતી પાદંળુ લીલું રંગ રાતો પરદેશી મણીયારો કાંટો વાગ્યો કાળજે જેવી ઘણી બધી હિટ ફિલ્મો થતી ખૂબ જ નામના મેળવી હતી રોમા માણેક ની ગુજરાતી ફિલ્મોમાં કારકિર્દીની સફળતામાં મુખ્ય હાથ ફિલ્મ નિર્માતા ગોવિંદભાઇ પટેલ નો હતો જેમના નિધન પર રોમા માણેક ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી હતી.
આજે રોમા માણેક મુંબઈમાં રહે છે પરંતુ ગુજરાતમાં ઘણી લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં રોમા માણેક જોવા મળે છે સુંદર દેખાતી અભિનેત્રી રોમા માણેક હવે ઉંમરલાયક થઈ ગઈ છે પરંતુ આજે પણ તેના નામ થી લોકોના દિલમાં રાજ કરે છે.