Cli
rina roy sathe thai chukyu chhe aavu

ફિલ્મોમાં કામ આપવાના બદલે નિર્માતાઓએ રીના રોય સાથે કર્યું હતું આવું બધુ…

Bollywood/Entertainment

અભિનેત્રી રીના રોયનું નામ તો તમે સાંભળ્યું જ હશે આ એક એવી અભિનેત્રી છે જે બોલીવુડમાં આવતા જ ફિલ્મોમાં છવાઈ ગઈ અને ફિલ્મોના કારણે તેમની કિસ્મત બદલાઈ ગઈ પરતું બધા જ જાણે છે કે બોલીવુડમાં નામના એમ જ નથી મળી જતી અહિયાં નામ મેળવવા માટે અને કામ મેળવવા માટે તમારે કોઈને કોઈ વાતમાં બાંધછોડ કરવી જ પડે છે અભિનેત્રી રીના રોય સાથે પણ કઈ એવું જ થયું.

એક ગરીબ પરિવારમાં વર્ષ ૧૯૫૭માં જન્મેલી એક સાધારણ છોકરી જ્યારે પરિવાર માટે એક બાર ડાન્સર માંથી બોલીવુડમાં અભિનય કરવા ગઈ તો ત્યાં તેની સામે ડાયરેકટર મનફાવે તેવા સીન કરાવતા અને પૈસા માટે રીનાએ કરવું પડતું હતું તમને જણાવી દઇએ કે રીનાએ ફિલ્મ જરૂરત દ્વારા અભિનયની શરૂઆત કરી હતી જે વર્ષ ૧૯૭૨માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં તેમના બો!લ્ડ સીનને લોકોએ નોટિસ કર્યા હતા અને બાદમાં તેમને આવા સીન માટે જ બીજી ફિલ્મ જેવી કે જૈસે કો તેસા ઝખ્મી વગેરે મળી હતી એવું કહેવાય છે કે રીના રોયના જીવનમાં હમેશા દુઃખ વધારે રહ્યા છે ભલે એ પારિવારિક હોય કે પ્રેમસંબંધમાં રીના રોયને પ્રેમમાં પણ બે વાર દગો મળ્યો હતો.

પહેલીવાર તેમનું નામ ફિલ્મ કાલિચરણ ના કો એક્ટર શત્રઘ્નસિંહા સાથે જોડાયું હતું આ ફિલ્મમાં લોકોને બંનેની જોડી બહુ જ પસંદ આવી હતી પરતું થોડા સમય બાદ બંનેના સંબંધમાં તિરાડ આવી ગઈ હતી તમને જણાવી દઇએ કે અભિનેત્રી રીના રોયનું અસલી નામ સાઈરા અલી હતું.

પરંતુ તેમના માતા પિતાના તલાક બાદ તેમની માતાએ બધા જ બાળકોના નામ બદલી દીધા હતા જેમાં રીના રોયનું નામ રૂપા રાય કરવામાં આવ્યું હતું જો તેમના આ નામના ફરી બદલાવ કરવામાં આવ્યો જે તેમની પહેલી ફિલ્મના પ્રોડ્યુસર એ કર્યો હતો ફિલ્મ જરૂરતના પ્રોડ્યુસર એ જ તેમનું નામ રીના રોય રાખ્યું હતું અને આજે પણ લોકો તેમને આ જ નામથી ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *