Cli

10 દિવસે પણ રેકોર્ડબ્રેક કમાણી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની…

Bollywood/Entertainment Breaking

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની બોક્સઓફિસમાં કમાણી દિવસે ને દિવસે વધી રહી છે ફિલ્મની વધતી કમાણી જોઈને કહી શકાય કે ફિલ્મ આવતા અઠવાડિયા માંજ 300 કરોડનો આંકડો પાર કરી દેશે અને એવું થયું તો કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના રોકાણ કરતા 20 ઘણી કમાણી કરવાનો એક નવો રેકોર્ડ પોતાના નામે કરશે.

આ ફિલ્મે 10 માં દિવસે જબરજસ્ત કમાણી કરી હતી ગઈ કાલે રવિવારે દસમા દિવસે ફિલ્મે એક દિવસે 30 કરોડ આસપાસ કમાણી કરી હતી અહીં નવાઈની વાત એછે કે ફિલ્મ પહેલા દિવસની કમાણી કરતા નવ ઘણી વધારે છે નવમા દિવસે શનિવારના રોજ ફિલ્મે 25 કરોડ જેટલી કમાણી કરી હતી જણાવી દઈએ ધ કાશ્મીર ફાઇલ્સ.

ફિલ્મે અત્યાર સુધી ભારત માંજ 171 કરોડની કમાણી કરી ચુકી છે જયારે ફિલ્મે વિદેશમાં પણ 12 કરોડ જેટલી કમાણી કરી છે ફિલ્મ કાશ્મીરના પંડિતો સાથે થયેલ અત્યાચાર લોકોને ભાવુક કરી છે ફિલ્મને જયારે પહેલા બોલીવુડનું સમર્થન નતું મળતું જ્યારે મીડિયાએ પૂરો સહકાર આપતા અત્યારે બૉલીવુડ સ્ટાર પણ સમર્થનમાં સામે આવ્યા છે.

જણાવી દઈએ આ ફિલ્મે બાહુબલી અને દંગલ ફિલ્મનો પણ રેકોર્ડ તોડ્યું છે રિલીઝ થયાના 9માં દિવસ બાદ સૌથી વધુ કમાણી કરવાનો એક રેકોર્ડ પોતાના નામે આ ફિલ્મે કર્યો છે અત્યારે હવે એવી ખબર આવી રહી છેકે આ ફિલ્મને ચાર ભાષાઓમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે મિત્રો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *