બોલિવુડ એક્ટર અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે આજે ફેન્સને સારા સમાચાર આપ્યા છે જેને સોસીયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરીને ફેન્સે જાણકારી આપી છે જણાવી દઈએ સોનમ કપૂર લગ્નના 4 વર્ષ બાદ પહેલા બાળકની માં બનવા જઈ રહી છે અત્યારે તેઓ પ્રેગ્નેટ છે તેની જાણકારી ફેન્સને આપી છે.
સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરીને તેની જાણકારી આપી છે સોનમ કપૂરની આ જાહેરાત બાદ બૉલીવુડ એક્ટર પણ ખુશીઓ મનાવી રહ્યા છે અને આ કપલને શુભેછાઓ પાઠવી રહ્યા છે સોનમ કપૂરે પતિ સાથે પ્રેગન્સી ફોટોશૂટ કરવાયું છે ફોટોશૂટ કપલે.
સોસીયલ મીડિયામાં શેર કરી છે ફોટોમાં જોઈ શકાય છેકે સોનમ કપૂર કાળા કલરના કપડામા પતિ આનંદ આહુજાની ગોદમાં સુતેલ છે અહી ફોટોમાં સોનમનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે ફોટો શેર કરતા સોનમે કેપશનમાં લખ્યું તમારા સારા પાલન પોષણ માટે અમારા ચાર હાથ દિલ તમારા દરેક પગલે સાથે ધડકશે.
એક પરિવાર જે તમારા પર પ્રેમ વર્ષાવશે અને સહકાર આપશે અમે તમારા સ્વાગતની હવે વધુ રાહ નહીં જોઈ શકતા સોનમ અને આનંદે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા તેના બાદ સોનમ કપૂરના ફેન્સ આ ખુશખબરી ની રાહ જોઈ રહ્યા હતા જણાવી દઈએ સોનમ કપૂર અત્યારે પતિ સાથે વિદેશમાં જ રહે છે.