Cli
રાજ કપુરની યાદ એટલે કે તેમનો બંગલો કરોડોમાં વેચાયો, રણધીર કપૂર થયા ભાવુક...

રાજ કપુરની યાદ એટલે કે તેમનો બંગલો કરોડોમાં વેચાયો, રણધીર કપૂર થયા ભાવુક…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શો મેન તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા રાજ કપૂરના ચાહકો માટે દિલ તોડી નાખે એવા સમાચાર સામે આવ્યા છે કપુર પરીવારે રાજ કપુરનો બંગલો વેચી નાખ્યો છે આ બંગલો મુંબઈ ના ચેમ્બુર વિસ્તારમાં સ્થિત છે આ ઘરને રાજ કપૂરે સાલ 1946 માં ખરીદેલુ હતુ જેમાં રાજ કપૂર તેમની પત્ની કિષ્ણા રાજ અને.

પોતાના દિકરા દિકરીની સાથે રહેતા હતા રાજ કપૂર પોતાની પાછડ ઘણી યાદો છોડીને ગયા છે જેમાં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ અબજોની સંપત્તિ પણ સામેલ છે પરંતુ વર્ષે વર્ષે તેમની યાદો ભુસાતી જાય છે થોડા સમય પહેલા તેમનો આર કે ફિલ્મ સ્ટુડીયો પણ વેચાઈ ગયો હતો આ એ જગ્યા હતી જ્યાં શ્રી 420 થી બોબી જેવી ઐતીહાસીક ફિલ્મો નુ શુટિંગ કરવામાં આવ્યું હતું.

તેની સાથે હવે કપુર પરીવારે રાજ કપુરનો આ બંગલો પણ વેચી દિધો છે મિડીયા રિપોર્ટ અનુસાર રાજ કપૂરનો આ બંગલો 1 એકર જમીનમાં ફેલાયેલો છે જે મુંબઈ ના દેવનાર ફાર્મ પર ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશીયલ સાયન્સ ની પાસે આવેલ છે આ વિસ્તાર સૌથી પ્રિમીયમ રેસીડેન્સી માં સામેલ છે આ બંગલાની.

કિંમત 100 કરોડ આંકવામાં આવી છે રાજ કપૂર નો આ બંગલો ગોદરેજ ગ્રુપે ખરીદ્યો છે હવે આ બંગલાને તોડીને કંપની ફેક્ટરી બનાવશે આ જગ્યાથી રાજ કપૂરની તમામ યાદો ભૂંસી નાખવામાં આવશે રાજ કપૂરનો આ બંગલો તેમના આરકે સ્ટુડિયો ની પાછળ જ આવેલો છે જેમાં કપૂર પરિવારની ઘણી બધી યાદો જોડાયેલી છે.

ઋષિ કપૂર અને નીતુ સિંહ ના લગ્ન 42 વર્ષ પહેલાં આ જ બંગલામાં થયા હતા જે બંગલાનુ નામ રાજ કપૂરની પત્ની ના નામે કિષ્ણારાજ રાખવામાં આવ્યું હતું આ પહેલા કપૂર પરિવારે સાલ 2018માં આરકે સ્ટુડિયો વેચતા જણાવ્યું હતું કે તેઓ આ સ્ટુડિયોને ચલાવવામાં અને મેન્ટેન રાખવામાં અસમર્થ છે.

તેના માટે તેને વેચી રહ્યા છે અને એ જગ્યા ની કિંમત 500 કરોડ આકંવામાં આવી હતી માત્ર આટલુ જ નહી કપુર પરીવારે 13 વર્ષ પહેલા રાજ કપૂર ના એ કોટરને પણ વેચી દિધું હતું જે નાનકડા ઘરમાં રાજ કપૂરે પોતાના જીવનની શરુઆત કરી હતી અને આ પ્રોપર્ટી ને રાજ કપુરની દિકરી અને.

તેમની પત્ની ની મરજી વિરુદ્ધ વેચવામા આવી હતી બંગલો વેચાવા પર રણધીર કપુર નું નિવેદન સામે આવ્યું છે તેમને ભાવુક થતા જણાવ્યું છેકે ચેમ્બુર સાથે ઘણી યાદો જોડાયેલી છે અને આ બંગલો એમના માટે ખુબ મહત્વ ધરાવતો હતો પરંતુ રણધીર કપૂર પણ આ બંગલાને બચાવી ના શક્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *