બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ચોપડાની ધર્મપત્ની રાની મુખર્જી ચોપડા આ દિવસોમાં પોતાના અભિનય કેરિયર થી દુર છે પરંતુ પોતાની સુંદરતા અને ગ્લેમર અંદાજ થી આજે પણ ચાહકો ના દિલ જીતી લે છે ઇવેન્ટમાં અને પાર્ટીઓમાં રાની મુખર્જી ને જોતા આજે પણ તેમની ફિલ્મો લોકોની સામે આવી જાય છે.
રાની મુખરજી એ પોતાના અભિનય કેરીયરની શરુઆત પોતાની 18 વર્ષની ઉંમરે તેના પિતાના નિર્માણ હેઠળ બનેલી બંગાળી ફિલ્મ બિયર ફુલ થી કરી હતી ત્યારબાદ સાલ 1997માં રાજા કી આયેગી બારાત ફિલ્મ થી તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કર્યું ત્યારબાદ તેણે સાલ 1998 માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ થી ખુબ લોકપ્રિયતા મેળવી.
અને આવનાર સમયમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેને ઘણી બધી ફિલ્મો આપી તેને પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચાઓમાં રહે તેનું નામ બોલિવૂડમાં ગોવિંદા અને અભિષેક બચ્ચન જેવા કલાકારો સાથે જોડાયું પરંતુ તેને ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા અને આજે તે ફિલ્મોથી દૂર જોવા મળે છે.
25 જાન્યુઆરી ના રોજ આદિત્ય ચોપડાના નિર્માણમાં બનેલી ફિલ્મ પઠાણ સુપરહિટ સાબિત થઈ હતી એ વચ્ચે તાજેતરમાં રાની મુખર્જી પોતાની સહેલી બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના ઘેર બર્થડે પાર્ટીમાં પહોંચી હતી રાની મુખર્જી આજે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
જીન્સ અને કલરફુલ ટીસર્ટ માં તેને પોતાના ગ્લેમર અંદાજમાં ચાહકો દિવાના બનાવ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર સ્ટાઈલીશ ગોગલ્સ પહેરી રાનીએ શાનદાર અંદાજમાં પેપરાજી અને મીડિયા ને પોઝ આપ્યા હતા રાની મુખરજી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
તેની આ અદા જોતા ફેન્સ આ તસવીરો પર લાઇક કમેન્ટથી ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા રાની મુખર્જીએ પોતાના શાનદાર ફિલ્મી કેરિયરમા ઘણી બધી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવી છે આજે પણ તેની અનિલ કપૂર સાથે ની ફિલ્મ નાયક માં તેની માસુમિયત દર્શકો ખુબ પસંદ કરે છે.