Cli

વાવાઝોડું કેટલું નજીક? કયા પડશે ગાજવીજ સાથે વરસાદ?

Uncategorized

ગુજરાતમાં ગરમી પડી રહી છે ગરમીની વચ્ચે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંતો કહે છે કે વાવાઝોડું પણ આવવાનું છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ તો એક્ટિવ છે એ ચક્રવાત બને છે કે કેમ એના ઉપર અત્યારે હવામાન વિભાગ જે છે એ નજર રાખી રહ્યું છે અને અત્યારે તમે જુઓ કે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ એ ધીરે ધીરે ચેન્નઈના દરિયાકાંઠાની નજીક આવી રહી છે સાથે જ અહીંયા શ્રીલંકા પાસે એક સિસ્ટમ બની હતી માલદીવસ પાસે એક સિસ્ટમ બની હતી

જે નીચે દક્ષિણના ભાગોથી ધીરે ધીરે ઉપર આવી રહી છે. એ સિસ્ટમ એ લો પ્રેશર સિસ્ટમ બની અને એના પછી હવે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તો પછી એ ચક્રવાતમાં બદલાશે બાકી જ્યાં સુધી એ સિસ્ટમ મજબૂત નહીં થાય અને વેગ નહીં મળે તો પછી એ ફંટાઈ જાય તેવી પણ સંભાવના છે. અત્યારે તમને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અહીયા એક દેખાતી હશે. સાથે જે અહીંયા પણ બનેલી સિસ્ટમ છે એટલે એ સિસ્ટમની અસરને કારણે દક્ષિણના દરિયાકાંઠાથી ધીરે ધીરે જે છે એ વરસાદ ઉપરની તરફ આવશે, દક્ષિણ ગુજરાત પર એની અસર થશે. મધ્ય ગુજરાત પર અસર થશે. ગઈ કાલે ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આજે પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ દક્ષિણના ભાગોમાં પડી શકે કારણ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી એ સિસ્ટમની અસર અને કરણ છે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 તારીખથી 23 તારીખ સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડવાનો છે અને વરસાદ એ ઘણા બધા વિસ્તારોને ભીંજવીને જશે એટલે કે એ દરિયાકાંઠાના વિસ્તારો પર અસર થશે આ 15 તારીખની સ્થિતિ પહેલા તમે જોઈ લો કે દરિયાકાઠા ના વિસ્તારોમાં મહુવાની આસપાસ વરસાદ છે રાજકોટ જામનગરના વિસ્તારમાં વરસાદ છે

સાથે જ દક્ષિણના અમુક ભાગોમાં છૂટો છવાયા વરસાદ પડે તેવી સંભાવના છે કારણ કે આપણે જે વાત કરી જે સિસ્ટમ જે છે એ ધીરે ધીરે દક્ષિણના દરિયા કાંઠાથી આગળ વધી રહી છે અને એટલે જ એની અસર થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. 15 તારીખની આ સ્થિતિ છે. 16 17 તારીખ સુધીમાં એ સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી સંભાવના છે. એની અસરો પણ વધે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ ધીરે ધીરે નેપાળ થઈ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી છે એટલે ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં ભારે પવન પણ ફૂકાયો હતો કારણ કે એ સિસ્ટમ જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જ્યારે આગળ જાય તો એની અસર પણ થતી હોય છે. અહીંયા તમે જુઓ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એની અસરને કારણે અત્યારે વિશાખાપટ્ટનમ અને દરિયાકાંઠા પર એની અસરો વધારે દેખાઈ રહી છે. દક્ષિણના ભાગમાં અહિયા તમે જુઓ કે ટ્રક ખેંચાઈને જ્યારે આવે છે

તો એની અસર પણ 17 તારીખ સુધીમાં ખૂબ વધારે દેખાઈ રહી છે. એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ધીરે ધીરે આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠા સુધી પ્રવેશે અને પછી ગુજરાતના અનેક વિસ્તારોને ભીંજવે એવી સંભાવના છે 17 તારીખની આ સ્થિતિ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં 18 તારીખથી વરસાદ પડવાની શરૂઆત થશે આજે પણ અમુક વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે કે વરસાદ પડી શકે છે. એટલે અત્યારે ગરમી તો પડી જ રહી છે સાથે વરસાદ પડવાનો છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારે ત્યાં અત્યારે વાતાવરણ કેવું છે? તમને શું લાગે છે આ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જે પડવાનો છે એ અતિભારે પડશે કે પછી સામાન્ય મધ્યમ વરસાદ પડશે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *