Cli
priyankani kajan boli aavu

પ્રિયંકા તો કઈ ન બોલી પરંતુ તેના પરિવારના આ સભ્યએ સમર્થન આપ્યું આર્યનને…

Bollywood/Entertainment

પાવડરના મામલે આર્યન ખાનની ધરપકડ થયા બાદ શાહરૂખ ખાન અને તેમના પરિવાર પ્રત્યે પોતાનો ટેકો દર્શાવવા માટે ઘણી હસ્તીઓ આગળ આવી છે પરંતુ પ્રિયંકા ચોપરા જેનું નામ એક સમયે શાહરુખખાન સાથે લેવામાં આવ્યું હતું ભલે તે યોગ્ય હોય અથવા નહીં પરંતુ તેઓએ શાહરુખ ખાન સાથે ઘણી ફિલ્મો કરી હતી અને એક સમય હતો જ્યારે તે બંને ખૂબ સારા મિત્રો હતા હવે તે મૌન છે અને તેઓ આ બાબતે કંઈ બોલતા નથી.

પ્રિયંકાએ શાહરુખ ખાનના જીવનના સૌથી મુશ્કેલ સમયની અવગણના કરી છે જેમ આ ઉદ્યોગ બહારની પ્રતિભાને અવગણી રહ્યો છે અને હવે છેલ્લે પ્રિયંકા ચોપરા તરફથી શાહરૂખ ખાનની બાબતમાં પ્રતિક્રિયા આવી છે પરંતુ તે પ્રિયંકાએ પોતે નથી કરી પરંતુ તેના સંબંધી દ્વારા કરવામાં આવી છે અને તે પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન મીરા ચોપરા છે.

આજે મીરા ચોપરાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે શાહરૂખ ખાન અને આર્યન ખાન સાથે શું થઈ રહ્યું છે તે હ્રદયસ્પર્શી છે મારી ઇચ્છાઓ અને પ્રાર્થનાઓ આર્યન ખાન અને તેમના પરિવાર માટે છે કે આર્યન ખાન જલ્દીથી બહાર આવે અને આ સમય પણ પસાર થવો જોઈએ આવી સકારાત્મક રીતે મીરા ચોપરાએ શાહરૂખ ખાનની તરફેણમાં ટ્વિટ કર્યું છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે બોલિવૂડમાં ખૂબ જ ગણનાપાત્ર ફિલ્મો કરનાર મીરા ચોપરા શાહરૂખ ખાનને ટેકો આપવા માટે જાણીતી છે પરંતુ પ્રિયંકા ચોપરા અને તેની બહેન પરિણીતી ચોપરાએ શાહરૂખ ખાનના મામલે કશું કહ્યું નથી અને તેઓ હજુ પણ ચૂપ છે જોઈએ હજુ કોણ કોણ શાહરુખ માટે આગળ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *