મખાના શબ્દ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે,તમારામાંથી કેટલાક લોકોએ મખાના ખાધા પણ હશે.શરીરને કેલ્શિયમ આપવા માટે મખાના સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એ પણ તમે જાણતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે મખાના એ એક ઝાડ પર પાકતું ફળ છે?
શું તમે જાણો છો કે સફેદ કલરના જોવા મળતા મખાના અસલમાં કાળા રંગનું ફળ હોય છે? નવાઈ લાગી ને,પણ આ જ હકીકત છે. મખાના એ એક કાળા રંગનું નાનું ફળ છે જેને અનેક પ્રક્રિયા બાદ માર્કેટમાં મૂકવામાં આવે છે.
સૌપ્રથમ ઝાડને નદીમાં પાડી દઈ,નદીમાં ઊંડે સુધી જાઈ તેના ફળ તોડી લેવામાં આવે છે.જે બાદ એક મોટા ઝાળીદાર બાસ્કેટમાં બધા ફળ એકઠા કરી તેને પાણીથી સાફ કરવામાં આવે છે. જે બાદ સાફ થયેલ મખાનાને એક થેલામાં ભરી એક મોટી ગોળ જગ્યામાં ઠાલવવામાં આવે છે.
બધા જ મખાનાઠલવાઈ ગયા બાદ ચાર પાંચ લોકો દ્વરા પગથી બધા જ મખાનાને ૧૫ મિનિટ સુધી મસળવામાં આવે છે જેથી ફળ પર રહેલ કાળા રંગનું પડ નીકળી જાય.જે બાદ ફરી મખાનાને થેલામાં ભરી નદી પાસે લાવવામાં આવે છે અને ફરી બાસ્કેટમાં મૂકી પાણીથી સાફ કરવામાં આવે છે જેથી વધારાનો કચરો સાફ થઈ શકે.
જે બાદ સાફ થયેલ મખાનાને શેકવા માટે મોકલવામાં આવે છે.જ્યા પહેલા ધીમા તાપે પાંચ મિનિટ શેકાયા બાદ બીજી કઢાઈમાં તાપ વધારવામાં આવે છે ,આમ જ પાંચ કઢાઈમાં શેકાયા બાદ આખરે તેને તોડવામાં આવતા હોય છે.
આ ફળને તોડ્યા બાદ તેમાંથી સફેદ મખાના મળે છે.
આ મખાનાને નાના મોટા સાઈઝ એમ બે વિભાગમાં કરી માર્કેટમાં મૂકવામાં આવતા હોય છે.તો છે ને આ મહેનતનું કામ જો કે આ કામ માટે દરેક વ્યક્તિને માત્ર ૧૫૦ રૂપિયા જ આપવામાં આવતા હોય છે.