ગુજરાતીઓમાં લગ્ન એ માત્ર એક વ્યક્તિની નહિ પરંતુ પરિવારની ખુશીની વાત હોય છે. એ તો તમે જાણતા જ હશો. ગુજરાતીઓ ઘરમાં લગ્ન આવતા જ જાણે કોઈ તહેવાર હોય તેવો માહોલ છવાઇ જતો હોય છે. ઘરમાં મહેમાનો ની અવરજવર શરૂ થઈ જતી હોય છે અને સાથે જ લગ્ન પહેલા હલ્દી, મહેંદી જેવા રીવાજની ઉત્સાહભેર ઉજવણી પણ શરૂ થઈ જતી હોય છે.
ખાસ કરીને મહેંદીની રસમ એક એવી રસમ છે જે છોકરો હોય કે છોકરી દરેકના ઘરમાં ઉત્સાહભેર ઉજવવામાં આવતી હોય છે. હાલમાં પોપટભાઈ ફાઉન્ડેશનના સ્થાપક પોપટભાઈ આહિરના લગ્ન થયા છે ત્યારે તેમના લગ્ન પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો પોપટભાઈના લગ્નની મહેંદી રસમનો છે
આ વીડિયોમાં પોપટભાઈના ઘરમાં મહેંદીની રસમ ની તૈયારીઓ જોઈ શકાય છે. હાલમાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોતાના ઘરમાં મહેંદી લગાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે તે દરમિયાન પોપટભાઈ પોતાની બહેનો અને ભાભી સાથે બે રૂમાલ વડે કેવી રમત રમી રહ્યા છે.
જો કે મહત્વની વાત તો એ છે કે આજે થોડા ઘણા પૈસા કમાતો વ્યક્તિ પણ પોતાના ઘરના લગ્ન પ્રસંગમાં રસોઈ માટે રસોઈયા રાખી લેતો હોય છે. જ્યારે આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોપટભાઇના પરિવારની મહિલાઓ ઘરનું કામ જાતે જ કરતી જોવા મળી રહી છે અને આપણા સૌના લાડકા અને હમેશા ગંભીર જોવા મળતા પોપટભાઈ આ બધાની મજા માણી રહ્યા છે.
જણાવી દઇએ કે, પોપટભાઈ આહીરના લગ્નની મહેંદીમાં રસ્મમાં તેમના એક ચાહક પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં વલસાડથી આવેલા ચાહકે પોપટભાઇને અનેક ગિફ્ટ પણ આપી હતી જણાવી દઇએ કે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનના હાથ કે પગમાં બળતરા ન થાય અને તેના હાથ પગ ઠંડા રહે તે માટે લગ્ન પહેલા તેને મહેંદી લગાવવામાં આવતી હોય છે.