Cli
indian smallest police officer

સુરતનો સૌથી નાની ઉંમરનો કોન્સ્ટેબલ, માત્ર 20 વર્ષની ઉંમરે પાસ કરી પરીક્ષા…

Story

કહેવાય છે ને કે એક લક્ષ્ય નક્કી કરી જો તેના પર મહેનત કરતા રહો તો નાની ઉંમરમાં પણ મોટી સફળતા મળી શકે છે. હાલમાં આ જ વાત સુરતના એક યુવાને સાબિત કરી છે. સુરતનો આ યુવાન સૌથી નાની ઉંમરનો કોન્સ્ટેબલ બની ગયો છે.

સમય ન મળવાની કે સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરતા યુવાનોની વચ્ચે સુરતના માત્ર ૨૦ વર્ષના યુવાને સુરતના સૌથી નાની ઉંમરના કોન્સ્ટેબલ બની સાબિત કર્યું છે કે મહેનત કરો તો કઈ પણ અશક્ય નથી. આ યુવાનનું નામ છે અભયસિહ પ્રમોદ સિંહ રાજપૂત

અભયસિહ સિંહ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે જો કે તેઓ પાછલા ૨૦ વર્ષથી સુરતમાં જ વસે છે. અભયે સુરતની મારુતિ વિદ્યાલય માં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને હાલમાં તેઓ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે. આ અભ્યાસ દરમિયાન જ તેમને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે. મહત્વનું તો એ છે કે તેઓ કોલેજ દરમિયાન બીઆરટીએસ માં નોકરી પણ કરતા હતા. આ સાથે જ સરકારી પરીક્ષાની તૈયારી પણ કરતા હતા.

તેમને કોલેજમાં આવ્યા બાદ સરકારી પરીક્ષાઓની તૈયારી પર વધુ ધ્યાન આપવાની શરૂઆત કરી જો કે તેમણે પોલીસ કોન્સ્ટેબલ નું નક્કી કર્યું હતું. જેથી પરીક્ષાની તારીખ અને ભરતી અંગે જાણકારી બહાર પડી તે પહેલા જ તેની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું. તમને જણાવ્યું કે તેઓ રનીંગમાં ખૂબ જ કાચા હતા. પરંતુ કોલેજ દરમિયાન તે રનિંગની પ્રેક્ટિસ કરતા રહ્યા અને આખરે તેમની સ્પીડ વધી ગઈ.

પોતાની સફળતા અંગે વાત કરતા અભય જણાવ્યું કે પરીક્ષામાં પાસ થવું અઘરું નથી બસ તમને જે પબ્લિકેશનની પુસ્તક ફાવે તે વાંચો. વધુ પડતું મટીરીયલ ભેગું ન કરો. જે તમારી પાસે છે તેને વારંવાર વાંચતા રહો જેથી તમને યાદ રહી જાય અને જો યાદ ન રહે તો તેની નોટ્સ બનાવવાનું શરૂ કરો.

મહત્વનું છે કે અભયની આ પહેલી જ પરીક્ષા હતી જ તેમને પાસ કરી દીધી છે તેઓ પાછલા ત્રણ વર્ષથી મહેનત કરતા હતા. અભયનો આ કિસ્સો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા દરેક યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *