તમે આજ સુધી ઘોડાનો તબેલો જોયો હશે, ગાયનો વાડો જોયો હશે, અરે ભેંસનો તબેલો પણ જોયો હશે. પરંતુ ક્યારેય ગધેડાનો તબેલો જોયો છે? તમને થશે કે ગધેડાનો તબેલો? ગધેડાનો પણ કોઈ ઉછેર કરે ? તો તમને જણાવી દઇએ કે હા, ગધેડાનો તબેલો પણ હોય છે.દુનિયામાં કેટલાક એવા લોકો હોય છે જે ગધેડાનો ઉછેર કરતા હોય છે. આજના આ લેખમાં અમે એવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. જો કે મહત્વનું એ છે કે ગધેડા નું ઉછેર કરી બિઝનેસ કરનાર વ્યક્તિ કોઈ વિદેશનું નહીં પરંતુ આપણા ભારતના ગુજરાતનો જ એક રહેવાસી છે.
આ વ્યક્તિનું નામ છે ધીરેન ભાઈ ધીરેન ભાઈ મૂળ પાટણ જિલ્લાના મણુન્દ ગામના વતની છે.તેમને પોતાના ગામમાં ડોન્કી ફાર્મ એટલે કે ગધેડાના ફાર્મની શરૂઆત કરી છે. સામાન્ય રીતે ગધેડાને મૂર્ખ ગણવામાં આવતો હોય છે. ભાર વાહન સિવાય તેનો ખાસ ઉપયોગ કરવામાં આવતો નથી તેવામાં ધીરેન ભાઈનું આ ડોન્કી ફાર્મ ઉત્તર ભારતનું પહેલું ડોન્કી ફાર્મ બન્યું છે તમને થશે કે તેમને ડોન્કી ફાર્મ જ શા માટે શરૂ કર્યું હશે ? તેમાં તો શું કમાણી થતી હશે? તો તમને જણાવી દઈએ કે ધીરેનભાઈના દીકરાઓ હાલમાં સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
પરંતુ તેમનું કહેવું હતું કે સરકારી નોકરી માટે તૈયાર કરવા સાથે તેમને બીજું કંઈપણ કરવું છે. આ બીજું કંઈ કરવાના વિચાર સાથે જ તેમણે ગધેડા નો ઉછેર કરવાનું વિચાર કર્યો. જો કે ગધેડાનો તેમને લાવી દીધા પરંતુ તેનું દૂધ ક્યા વહેંચવું તેમ જ ધંધામાં આગળ શું કરવું તે અંગે પરિવારમાં કોઈને જાણકારી ન હતી. ધીરેન ભાઈએ જણાવ્યું કે આ સમસ્યાનો રસ્તો શોધવા માટે તેમણે ઓનલાઇન રિસર્ચ કરવાની શરૂઆત કરી. જેબા તેમને સાઉથની અમુક કંપનીઓ મળી જેની સાથે તેમને કોન્ટ્રાક્ટ કર્યા અને ગધેડીનું દૂધ તેમને પહોચાડવાનું શરુ કર્યું.
જો કે આમાં પણ તેમને સમસ્યા આવતી હતી. આ દૂધ તમને સાઉથના દૂરના વિસ્તારોમાં મોકલવાનું હતું . જે ડીપ ફ્રીઝ વિના શક્ય ન હતું. કારણ કે ગધેડીનું દૂધ માત્ર ડીપ ફ્રીઝના માઇનસ ચાર સેલ્સિયસ તાપમાન પર જ સાચવી શકાય છે પરંતુ કહેવાય છે ને જ્યારે રસ્તા શોધવા જ છે તેને કોઈ સમસ્યા નડતી જ નથી ધીરેનભાઈ સાથે પણ કંઈક આવું જ થયું ધીરેનભાઈએ આનો પણ રસ્તો શોધી લીધો. ધીરેનભાઈએ આઇસ બોક્સમાં બોટલ મૂકી , તેના ઉપર નીચે બરફના થર મૂકી દૂધ મોકલવાની શરૂઆત કરી.
હવે તમને થશે કે આ દૂધમાં કેટલી કમાણી થતી હશે? તુ જણાવી દઈએ કે, ગધેડીના ૧ લીટર દૂધની કિંમત ૫ થી ૭ હજાર રૂપિયા છે. સાથે જ આ દૂધમાંથી બનેલા પાવડર ની કિંમત વિદેશમાં ૭૦ હજાર રૂપિયા છે ઉલ્લેખનીય છે કે, ગધેડીના દૂધમાં ફેટ અને શુગર નથી હોતું જેને કારણે તે નાના બાળકોને પીવડાવવામાં આવે છે. આ દૂધમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી એજીંગ તત્વો હોય છે.