Cli
shiyale keri aavi gayi mango arrive at this season

કિસ્મત ચમકી અને લાગી લોટરી ! શિયાળે કેરી આવતા થયો રૂપિયાનો ઢગલો ખેડૂત થઈ ગયો માલામાલ…

Business

કેરીને ફળનો રાજા કહેવાય છે. ભાગ્યે જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે જેને કેરી ન ભાવતી હોય.લોકો આખું વર્ષ કેરી ખાવાના મોહમાં ઉનાળાની રાહ જોતા હોય છે.કારણે કે સારી કેરી ઉનાળામાં જ જોવા મળતી હોય છે. માર્કેટ માં કેરી નો રસ તમે દરેક સીઝનમાં જોયો હશે પરંતુ સારી કેરી તમે ઉનાળામાં જ જોઈ હશે ખરું ને?
પરંતુ જો અમે તમને કહીએ કે હવે શિયાળામાં પણ કેરી ખાઈ શકાશે તો? તમે કહેશો કે, હા એમાં શું છે વિદેશમાં મળતી જ હોય ને ત્યાંથી માર્કેટમાં આવે એ લાવીને ખાઈ જ શકાય પણ , એનો સ્વાદ આપણી ગીર ની અસ્સલ કેસર જેવો થોડી હોય.

તમારી વાત એકદમ સાચી છે કે વિદેશી કેરીનો સ્વાદ આપણી કેરીઓ જેવો ન જ હોય અને એટલે જ આજના આ લેખમાં અમે તમને વિદેશમાં નહિ પરંતુ ગુજરાતમાં રહેતા એક ખેડૂત અને તેના ખેતર વિશે જણાવીશું જે શિયાળામાં પણ કેરી ઉગાડી અઢળક પૈસા કમાય છે.

આ ખેડૂતનું નામ છે નાગાજણભાઈ. નાગાજણભાઈ ભાઈ ગુજરાતના પોરબંદરના આદીત્યના ગામમાં રહે છે. તેમનુ ખૂબ મોટું ખેતર છે. જેમાં લગભગ ૮૦૦ આંબા છે. મૂખ્ય વાત એ છે કે,હાલમાં અચાનક જ નાગાજણભાઈના ખેતરના એક આંબામાં કેરીના મોટા ફળ ઉગી નીકળ્યાં છે. સાથે જ આ ફળની કિંમત પણ ખૂબ જ વધારે જોવા મળી રહી છે. વાત કરીએ શિયાળામાં કેરી આવવા વિશે તી નાગાજણભાઈને આ પાછળનું કારણ પૂછવામાં આવતા તેમને પણ ખૂબ જ આશ્ચર્ય થયું. તેમનુ કહેવુ છે કે તેઓ પોતાના આંબામાં કોઈ રસાયણ નથી નાખતા, તેઓ માત્ર છાણીયા ખાતરનો જ ઉપયોગ કરે છે. પરંતુ પોતાના ખેતરના આંબામાં આમ અચાનક કેરી જોતા તેમને પણ નવાઈ લાગી હતી. તેમને જણાવ્યું કે પોતાની આટલી ઉંમરમાં તેમને શિયાળામાં પહેલીવાર કેરી જોઈ છે. સાથે જ આ કેરીના જે ભાવ મળી રહ્યા છે તે પણ પહેલીવાર જોયા છે.
નાગાજણભાઈએ જણાવ્યું કે આંબામાં ડિસેમ્બર સુધીમાં મોર આવીને ફૂલ બની જતું હોય છે પરંતુ કેરી ઉનાળામાં જ આવતી હોય છે. આ પહેલીવાર છે કે તેમના આંબામાં શિયાળામાં કેરી આવી છે. તેમને જણાવ્યું કે હાલમાં તેમને કિલોના ૭૦૦ થી ૧૫૦૦ રૂપિયા મળી રહ્યા છે. આ કિંમતે કેરી ક્યારેય પણ પહેલા વહેચાઈ નથી. તેમને જણાવ્યું કે આ કેરીનું વજન ૫૦૦ થી ૭૦૦ ગ્રામ હશે.તેમને અત્યાર સુધીમાં ૭ પેટી જેવું વેચાણ કર્યું છે અને હજુ આંબા પર કેરી છે. જેમાંથી ૩૦ પેટી જેવું વેચાણ થવાનું અનુમાન છે. જણાવી દઈએ કે આ કેસર કેરી છે.

તો જો હવે તમને કોઈ એમ કહે કે કેસર ખાવા ઉનાળાની રાહ જોવી પડે તો એને નાગાજણભાઈના ખેતર વિશે જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *