મારા માટે સાચો એવોર્ડ શું છે ખબર છે? જ્યારે નસીરુદ્દીન શાહ રાત્રે 11:30 કે 12 વાગ્યે ફોન કરીને કહે કે “પારેશ, શું પરફોર્મન્સ કર્યું છે યાર… જિયો!” ત્યારે દિલ ખુશ થઈ જાય છે. અથવા ઓમ પુરી સાહેબ કહે કે “એ કમિના, શું કામ કર્યું છે તું!” બસ એ જ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે.પછી પૂછવામાં આવ્યું કે શું બાદમાં નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી તમારા મિત્રો બની ગયા હતા?
તેના જવાબમાં પારેશ રાવલે કહ્યું કે મિત્ર નહીં, પરંતુ હું તેમને ખૂબ જ માન આપું છું. ખૂબ જ સન્માન છે મારા દિલમાં તેમના માટે.પછી પૂછાયું કે શું આજે પણ તમારો સંપર્ક છે? પરેશ રાવલે કહ્યું હા, સંપર્ક છે.
પછી સવાલ થયો કે જ્યારે તમે ભાજપના સાંસદ બન્યા અને નસીરુદ્દીન શાહ સતત સરકારની ટીકા કરતા રહ્યા ત્યારે શું સંબંધોમાં કોઈ અસર પડી?તેના જવાબમાં પારેશ રાવલે એક પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એક વખત પત્રકાર દિવાંગે સવાલ પૂછ્યો હતો કે નસીરુદ્દીન શાહ, આમિર ખાન કે શાહરુખ ખાન સરકાર વિશે કંઈ કહે તો તમે શું વિચારો છો?
ત્યારે મેં કહ્યું હતું કે હું તેમને ડિસકાર્ડ નથી કરી શકતો. તેઓ જે કહે છે તે હું સાંભળું છું, વિચારું છું અને જરૂર પડે તો પોતાને સુધારવાની પણ કોશિશ કરું છું. કારણ કે તેમનો કોઈ છુપાયેલો એજન્ડા નથી. તેઓ આપણા ભલા માટે જ બોલે છે.પારેશ રાવલે આગળ કહ્યું કે મતભેદ હોવા છતાં સંબંધોમાં કોઈ ફેર પડતો નથી. હું આજે પણ તેમને એટલું જ માન આપું છું અને તેઓ પણ મને પ્રેમ કરે છે.
તેમણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો એવા છે જે દિલથી સચ્ચા હોય છે. નસીરુદ્દીન શાહ અને નાના પાટેકર જેવા લોકો સાથે રહીએ ત્યારે સુરક્ષિત અનુભવ થાય છે. કારણ કે તેઓ જેવા છે, એ જ રીતે સામે આવે છે. તેમની અંદર કોઈ બનાવટ નથી.