બોલિવુડમાં ક્યારે કોનું ઘર તૂટે અને ક્યારે કોના જીવનમાં કોઈની એન્ટ્રી થાય એ નક્કી નથી હોતું.અહી સાથે કામ કરતા કલાકારોના અફેર ની ખબર બનતા વાર નથી લાગતી હાલમાં આવી જ અફેરની ખબર બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી રહી છે.હાલમાં લૈલા,ધીમે ધીમે જેવા ગીતોથી યુવાનોમાં લોકપ્રિય બનેલા સિંગર ટોની કક્કરના અફેરની ખબર સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.
હકીકતમાં ટોની કક્કરે હાલમાં જ બિગબોસ ઓટીટીની ચર્ચિત કન્ટેસ્ટન્ટ મનીષા રાની ની એક પોસ્ટ પર કૉમેન્ટ કરી હતી.હાલમાં જ મનીષા રાની એ સોશિયલ મીડિયા પર બિગબોસ દરમિયાન સલમાન ખાન સાથેની વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો.
આ વીડિયો પર ટોની એ કૉમેન્ટ્સ કરતા લખ્યું હતું.કિતની ક્યૂટ હો.આ કૉમેન્ટ સાથે તેમણે રેડ હાર્ટ પણ મૂક્યું હતું.જો કે વાત આટલે અટકી ન હતી.ટોની ની આ કૉમેન્ટ બાદ મનીષાએ પણ તેનો જવાબ આપ્યો હતો.મનીષાએ લખ્યું આપ કિતને અચ્છે હો.
હાલમાં બંનેની આ કૉમેન્ટ જોઈને જ તેમના ચાહકો બંને વચ્ચે અફેર હોવાનો અંદાજ લગાવી રહ્યા છે.જણાવી દઇએ કે ટોની કક્કર મનીષાનો ફેવરિટ સિંગર છે અને તેને ટોની કક્કર સાથે એક આલ્બમ સોંગમાં કામ પણ કર્યું છે.
જો કે હાલમાં તો આ બંનેના અફેરની ખબરો એ તેમના ચાહકોને ખુશ કરી દીધા છે.