કહેવાય છે કે સ્ત્રી હમેશા લાગણીઓમાં વહી જતી હોય છે તેમાં પણ ભારતીય સ્ત્રીઓ લાગણીઓને જ વધુ મહત્વ આપતી હોય છે.લાગણી,પ્રેમ આ બાબતો સામે તે કોઈ તર્ક કરી શકતી નથી. જો કે હાલમાં ભારતીય મહિલાના વિચારમાં બદલાવ આવી રહ્યા છે.
ભારતીય મહિલા માત્ર લાગણીથી જ નહિ તર્કથી પણ વિચારી શકે છે એ વાતને સાબિત કરતા કેટલાક વીડિયો હાલમાં સામે આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર પબ્જી વાળી પ્રેમ કહાની અંગે ચર્ચા થઈ રહી છે.
માત્ર ગેમ રમતા રમતા સચિન નામના યુવકના પરિચયમાં આવ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર સચિનના પ્રેમમાં એ હદે પાગલ બની કે પોતાના પતિને છોડી ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારત આવી પહોંચી.
હાલમાં આ જ વાતને લઈ કેટલીક મહિલાઓના વીડિયો સામે આવ્યા છે જેમાં તે સીમા ની કડક તપાસની માંગ કરતી જોવા મળી રહી છે.હાલમાં સચિનના ગામની આસપાસ રહેતી કેટલીક મહિલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સીમા અને સચિનના પ્રેમ અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું કે આ કોઈ પ્રેમ નથી.આ જાસૂસ છે.
અને તેની જલ્દી તપાસ થવી જોઈએ. મહિલાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે સીમા પાકિસ્તાની હોય તો તેની ભાષામાં પાકિસ્તાની શબ્દો ક્યારેક તો સાંભળવા મળે જ પરંતુ જે રીતે સીમાના વિડિયો સામે આવી રહ્યા છે તે જોતા તેને ટ્રેનીંગ આપવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.
મહિલાનું કહેવું છે કે કોઈપણ મહિલાને ચાર પાંચ મોબાઈલ તેમજ આટલા આધારકાર્ડ ની શું જરૂર હોય શકે?એટલું જ નહિ વીડિયોમાં મહિલાએ સીમા અને ગુલામ હૈદરના તલાક અંગે પણ વાત કરી.મહિલાએ કહ્યું કે સીમાના જણાવ્યા અનુસાર તેના તલાક થયા હોવા છતાં તેના પિતાએ તેને પતિ પાસે મોકલી હતી.
જે વાત મુસ્લિમ ધર્મ પ્રમાણે પણ ખોટી છે.મુસ્લિમ મહિલા તલાક લીધા બાદ પતિ સાથે ન રહી શકે.સાથે જ એક જ વ્યક્તિ બે વાર તલાક કેવી રીતે આપી શકે. મહિલાનું કહેવું છે કે જો જ્યોતિ મૌર્યા કેસમાં પતિ પત્ની બંનેના નિવેદન સાંભળવામાં આવતા હોય તો આ કેસમાં પણ ગુલામ હૈદરનું નિવેદન સાંભળવું જોઈએ.
મહિલાએ જણાવ્યું કે લોકોને સચિને કોઈ તીર માર્યું હોય એવું લાગી રહ્યું હોવાના કારણે સીમા અને સચિનને સમર્થન આપી રહ્યા છે પરંતુ ધીમે ધીમે હકીકત સામે આવતા આસપાસના લોકો પણ તપાસની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે વીડિયોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ પર પણ નિશાન સાધવામાં આવ્યું છે.લોકોનુ કહેવુ છે કે ભારતીય લોકો દયાળુ છે મહિલા સાથે બાળકો હોવાના કારણે તે પૂરતી તપાસ કરતા નથી જેને કારણે સીમા અહી સુધી પહોંચી છે.
જો કે આ વાત બાદ એક સવાલ એ પણ થાય કે શું આ બાળકો સીમાના છે કે પછી સરહદ પાર કરવા સાથે લાવવામાં આવેલ કોઈ મહોરા છે?