સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો સામે આવતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો જોત જોતા માં ખૂબ જ વાયરલ થાય છે દેશભરમાં ચોરીની અને લુંટ ની ઘટનાઓ સામે આવતી રહે છે એ વચ્ચે સામે આવેલો વિડીઓ લોકોને સાવધાની વર્તવા સુચન આપે છે વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવતી પોતાની.
કરીયાણાની દુકાન પર સાજંના સમયે ઉભી હોય છે અચાનક 2 બાઈક પર યુવકો મોઢા પર રૂમાલ બાંધી અને આવે છે અને એક યુવક બાઈક પર બેઠેલો રહે છે બીજો યુવક યુવતી પાસે એડ્રેસ પૂછવાના બહાને આવે છે અને પોતાનું મોબાઇલ કાઢીને યુવતીને એડ્રેસ પૂછતો જોવા મળે છે યુવતી તેને માનવતાના ધોરણે રસ્તો દેખાડી અને જે.
તે એડ્રેસ કે રસ્તો દેખાડે છે જે દરમિયાન યુવતી પોતાના કામમાં લાગી જાય છે પરંતુ તે નરાધમ યુવક લુટંની વૃતીએ ત્યાં આવેલો હોય છે જે સામે આવેલા સીસીટીવી કેમેરા ફુટેજ પરથી સાફ દેખાઈ આવે છે અચાનક યુવતીના ગળામાં હાથ નાખી અને યુવતીના ગળામા રહેલા સોના ના ચેઈનને જોરથી ઝાટકો મારીને ખેંચે છે અને દોડીને અન્ય.
બાઈક સવાર તસ્કર જે બાઈક ચાલુ કરીને ઉભો હોય છે તેની પાછડ બેસી જાય છે યુવતી તેની પાછડ દોડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી જોવા મળે છે પરંતુ એ બંને ચેઈન સ્કેચર બાઈક લઈને ફરાર થઈ જાય છે સોશિયલ મીડિયા પર આવેલી આ સીસીટીવી કેમેરા ફુટેજ ક્યાંની છે તે અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આવા ચેઈન સ્કેચર થી સાવધાની રાખવા આપને અપીલ કરીએ છીએ.