ભરૂચ શહેરમાથી રાષ્ટ્રીગીત વખતે પાલન કરવાના નિયમોનો ભંગ કરતા સોસીયલ મિડિયા પર વાઈરલ વિડીઓ ના કારણે 11 લોકો પર ફરીયાદ નોંધાઈ છે સમગ્ર ઘટના અનુસાર ભરુચના પશ્રિમ વિસ્તારમાં ઐયુબ ઈબ્રાહિમ ની દિકરીનો લગ્ન પ્રસંગ હતો આ લગ્ન પ્રસંગમા ભાજપા ના આગેવાનો કાર્યકરો સહીત 11 લોકોએ.
લગ્નના મંડપમા રાષ્ટ્રીગાન વગાડીને શરુ કર્યું જેમાં 5 વ્યક્તિ ખુરશીમાં બેઠા હતા અને તેમની પાછડ 6 વ્યક્તિ સાવધાન અવસ્થામાં રહ્યા વિના મજાકીય વૃતીમા જોવા મળ્યા હતા રાષ્ટ્રગાન ને કોઈ ફિલ્મનું સોગં વાગતું હોય એ રીતે લેતાં તેઓ મજાક મસ્તી કરતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા.
ભરૂચ બી ડિવિઝન પોલીસે દેશનું રાષ્ટ્રગીતનુ અપમાન ના સહન કરતા જાતે જ ફરિયાદી બનીને આ વીડિયોમાં દેખાતા 11 લોકો વિરુદ્ધ રાષ્ટ્ર ધ્વજ ગીતનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે સાથે જ રાષ્ટ્રગીત ગાતા હોવાનો જે વિડીયો મોબાઈલ માં હતો એ મોબાઈલ જપ્ત કરીને એફ એસ એલ માં.
મોકલીને તમામની અટકાયત કરી છે જે રીપોર્ટ સામે આવ્યા બાદ રાષ્ટ્ર દ્વોહ ની કલમ હેઠળ ફરીયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પોલીસ વિભાગ તરફ થી જાણવા મળ્યું છે ઝડપાયેલા 11 આરોપીમાં ભાજપના બે આગેવાન સઈદ આદમ રોકડીયા નગરપાલિકા ભાજપ ઉમેદવાર અને ઝુબેર ઉર્ફે ઈમરાન ઈસ્માઈલ પટેલ જેવો.
ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે ભાજપના પદ પર છે એવું જાણવા મળ્યું છે અન્ય આરોપીઓ પણ તેમના પરીવારજનો હતા કુલ 11 આરોપીઓ ઐયુબ ઈબ્રાહીમ પટેલ જેમની દિકરીના લગ્ન હતાં તેમની સાથે જુબેર ઈસ્માઈલ પટેલ સલીમ અબ્દુલ ધીરા ઈરફાન મુબારક પટેલ નાસીર ઈસ્માઈલ સમનીવાલા ઝુલ્ફીકાર આદમ રોકડિયા જાવેદ.
સિદ્દીક ધોળાટ સઈદ આદમ રોકડિયા ઉસ્માન ઈસ્માઈલ પટેલ વસીમ શબીર નવાબ સરફરાજ અલી પટેલ પોલીસે આ મામલે તમામની અટકાયત કરતાં તેમને જણાવ્યું હતું કે રાષ્ટ્રીગીત વખતે જે તે નિયમો હોય છે તે અમને ખબર નહોતી જેના કારણે અમારી ભુલ થઈ છે પોલીસની પુછપરછ માં તેમને પ્રાથમિક તબક્કે ખુલાસો કર્યો હતો.