કહેવાય છે કે કલાકાર પોતાના ચાહકો વિના અધૂરો હોય છે,કોઈપણ કલાકારે તેના ચાહકોની ઈજ્જત કરવી જોઈએ તો જ તે કરિયરમાં સફળતા મેળવી શકે છે હાલમાં બોલીવુડ સેલિબ્રિટી ભલે આ વાત ભૂલી પોતાની દુનિયામાં,પોતાના ઘમંડમાં જીવતા હોય.
પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ સફળતાના આ મંત્રને પોતાના જીવનમાં બરાબર ઉતારી લીધો છે સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં સાઉથના અભિનેતા કે અભિનેત્રી પોતાના ચાહકો સાથે હાથ મિલાવતા કે વાત કરતા જોવા મળતા હોય છે.
હાલમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાના ચાહક સાથે વાત કરતી જોવા મળી રહી છે.હાલમાં જ તમન્ના ભાટિયા એક કાર્યકમમાં પોતાની આવનારી ફિલ્મ જેલરના પ્રમોશન માટે પહોંચી હતી.કાર્યકમ પૂરો કરી તમન્ના સ્ટેજ પરથી ઉતરી રહી હતી તે દરમિયાન જ એક યુવક બેરિકેડ કૂદી તેની પાસે આવી પહોંચ્યો હતો.
યુવકને જોતા જ સિક્યોરિટી ગાર્ડ તેને દુર કરવા પ્રયત્ન કર્યો પરંતુ તમન્નાએ તેમને રોકી દીધા.એટલું જ નહિ યુવાન ચાહકે તમન્નાના હાથને સ્પર્શ કર્યો છતાં તે ચિડાઈ નહિ.ઉલ્ટાનું તેને યુવાન સાથે સેલ્ફી લીધી હતી.
હાલમાં આ પ્રસંગનો એક વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં તમન્ના સાડી પહેરી બિંદી લગાવેલી જોવા મળી રહી છે.આ વીડિયોને જોતા જ લોકો તમન્નાના દેખાવ સાથે તેના સ્વભાવના પણ વખાણ કરી રહ્યા છે.
વાત કરીએ તમન્ના ની આવનારી ફિલ્મ જેલર વિશે તો આ ફિલ્મમાં તમન્ના અભિનેતા રજનીકાંત સાથે જોવા મળવાની છે.સાથે જ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળવાના છે.આ ફિલ્મ ૧૦ ઓગસ્ટે રિલીઝ થવાની શક્યતા છે.