કહેવાય છે ને કે એક કલાકાર પડદા પર કઈ અલગ અને સામાન્ય જીવનમાં કઈ અલગ હોય છે.પડદા પર ખુશ દેખાતો વ્યક્તિ અસલ જીવનમાં ખુશ હોય કે પછી પડદા પર લાગણીશીલ દેખાતો વ્યક્તિ અસલ જીવનમાં પણ લાગણીશીલ હોય જ એવું જરૂરી નથી હોતું એ વાત તો તમે જાણતા જ હશો.
જો કે હાલમાં આ જ વાતને સાચી સાબિત કરતો એક ખુલાસો સામે આવ્યો છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બાવરીના પાત્રથી જાણીતી બનેલી મોનિકાએ સિરિયલના કલાકાર તન્મય ઉર્ફે બાઘાને લઈ આવી જ વાત કહી છે.
મોનિકા ઉર્ફે બાવરી જેને ઘણા સમય પહેલા તારક મહેતા સિરિયલનો સાથ છોડ્યો હતો તેને હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તન્મય અંગે નિવેદન આપ્યું છે.નિવેદનમાં તેણે જણાવ્યું કે તન્મય ખૂબ સારા કલાકાર છે પરંતુ સારા કો -એક્ટર નથી.
મોનિકા નું કહેવું છે કે તન્મય આસિત મોદીની ખુબ નજીક છે જેને કારણે તેમનું વર્તન મોનિકા સાથે સારું ન હતું.તે આસિત મોદીનો જ પક્ષ લેતા હતા.મોનિકા એ કહ્યું કે તન્મય અસલ જીવનમાં ખૂબ જ ઘમંડી વ્યક્તિ છે.
જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ઘણા મહિલા કલાકારોએ સિરિયલ છોડી દીધી છે,સાથે જ તેમને આસિત મોદી પર ગેરવર્તણૂકનો આરોપ પણ લગાવ્યો છે.