સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાના લગ્ન નું પહેલું આમંત્રણ પોતાના સગા સંબંધી અને નજીકના લોકોને આપતો હોય છે, પરંતુ લાગી રહ્યું છે કે અન્ય ધર્મમાં લગ્ન કરવા જઈ રહેલી સોનાક્ષીએ આ રીત પણ બદલી નાખી છે.એ તો તમે જાણો જ છો કે સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ નામના અભિનેતાના પ્રેમમાં પડ્યા બાદ થોડા દિવસ બાદ જ લગ્ન કરવા જઈ રહી છે. 23 જૂને આ કપલ ખાસ રજિસ્ટર્ડ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાના છે.
જો કે એક તરફ સોનાક્ષીના પરિવારને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર આ લગ્નથી ખુશ નથી.સાથે જ શત્રુઘ્ન સિન્હા આ લગ્નમાં હાજર નહિ રહે એવી પણ ખબર સામે આવી રહી છે.તો બીજી તરફ સોનાક્ષીએ પોતાના લગ્ન પહેલું કાર્ડ કોઈ ખાસ વ્યક્તિ ને આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ સલમાન ખાન છે.
ઝહીરના મેકઅપ આર્ટિસ્ટ ના જણાવ્યા અનુસાર સોનાક્ષી અને ઝહીરે લગ્નનું પહેલું કાર્ડ સલમાનના પરિવાર ને આપ્યું છે. જો કે આપે પણ કેમ નહિ સોનાક્ષી અને ઝહીર બંનેના બોલીવુડ કરિયર પાછળ સલમાન ખાનનો બહુ મોટો હાથ રહ્યો છે. સલમાને દબંગ ફિલ્મથી જ્યા સોનાના કરિયર ની શરૂઆત કરાવી હતી તો ઝહીર ને પણ પહેલી ફિલ્મ નોટબુક થી તેમને જ લોન્ચ કર્યો હતો.
વાત કરીએ ઝહીરના મેકઅપ આર્ટિસ્ટના નિવેદન અંગે તો મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જહીર સલમાન ખાનના લાડકા છે તેમણે લગ્નની વાત સૌથી પહેલા સલમાન ખાનને કહી હતી. તેમને લગ્ન અંગે નિર્ણય લેતા પહેલા પણ સલમાન ખાનને મેસેજ કર્યો હતો સલમાનખાને આ અંગે સહમતિ દર્શાવી હતી.સાથે જ તેમને જણાવ્યું કે જહીરે તમને 22 તારીખે મેકઅપ કરવા માટે બોલાવ્યા છે 22 તારીખે સૌથી પહેલા સગાઈ થશે જે બાદ 23 તારીખે લગ્ન અને સાંજના સમયે રિસેપ્શન કરવામાં આવશે.