શાહરૂખ ખાનના દીકરા આર્યનની ધરપકડ કરવી અધિકારી સમીર વાનખેડે માટે મુશ્કેલીઓનું કારણ બનતું જાય છે જ્યારથી આ કેસની શરૂઆત થઈ છે ત્યારથી અધિકારીઓ ઉપર કોઈને કોઈ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કોઈ આ તપાસને ખોટી ગણાવી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે અધિકારીઓએ ફેમસ થવા અને બોલીવુડને હેરાન કરવા આ બધું કર્યું છે.
કોઈએ તો એમ પણ કહ્યું છે કે આ લોકો કરતા વધારે વસ્તુતો બીજા લોકો પકડે છે હાલમાં પણ સમીર વાનખેડેના એક ખબરી ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે તેની વિરુદ્ધ ઓસિવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી જેની એક કોપી હાલમાં સોશીયલ મીડીયા માં વાયરલ થઇ રહી છે.
જેમાં લખ્યું છે કે આવનાર દિવસ સમીર વાનખેડે માટે મુશ્કેલી લાવી શકે છે તેમના એક ખબરી જતીન વિરુદ્ધ ઓસીવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે જેમાં લખ્યું છે કે સમીર વાનખેડેનો ખબરી એક વ્યક્તિ પાસેથી બળજબીપૂર્વક પૈસા માંગી રહ્યો હતો અને સમીર વાનખેડેના નામની ધમકી પણ આપી રહ્યો હતો.
જો કે ફરિયાદ નોધાવ્યા બાદ ફરિયાદ કરનાર વ્યક્તિ કોર્ટમાં પહોંચ્યો હતો જેથી એફઆઇઆર તૈયાર કરી શકાય ઉલ્લેખનિય છે કે નવાબ મલિક જેને થોડા સમય પહેલા સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા હતા અને એક વિડિયો શેર કરતા કહ્યું હતું કે પંચનામુ તેની કેબિનમાં તૈયાર કરવામાં આવ્યું છે તે જ નવાબ મલિકે આ પોસ્ટ રીટ્વીટ કરી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ સમીર વાનખેડેએ પણ કોઈ વ્યક્તિ તેનો પીછો કરતું હોવાની વાત જણાવી હતી એટલું જ નહિ તેઓ જ્યાં પ્રાર્થના કરવા જાય છે તે જગ્યાએથી સમીરની માહિતી પણ તે અજાણ્યો વ્યક્તિ માંગી રહ્યો હતો બસ આવા આવા ગેમ ખેલાઈ રહ્યા છે આર્યનના કેસમાં હવે આ ખેલનો બાજીગર કોણ બને છે બસ આપડે એ જોવાનું રહેશે.