મુંબઈથી ગોવા જઈ રહેલી શીપમાં થયેલી પાર્ટી કેસમાં અત્યારે મિડીયા આર્યનખાન વિશે બને એટલી માહિતી આપવાના પ્રયત્નો કરી રહી છે આર્યન ખાનના મેસેજ આર્યન ખાનની કસ્ટડી શાહરૂખની હાલત આ બધા વિશે મિડીયા લોકોને બધી જ માહિતી આપી રહી છે પરતું મિડીયા કદાચ એ ભૂલી ગઈ છે કે આર્યન પાર્ટીમાં એકલો ન્હોતો અને ન તો સરકારી વિભાગે માત્ર આર્યનને જ આ કેસમાં રંગેહાથ પકડ્યો હતો.
આર્યન સાથે સરકારી વિભાગે બીજા પણ લોકોને પકડ્યા હતા જેના વિશે કોઈ માહિતી બહાર પાડવામાં નથી આવી રહી તો આજે અમે તમને જણાવીશું એ અન્ય લોકોના નામ અને એમની ઓળખ આર્યન સાથે બીજા લોકોને પકડવામાં આવ્યા હતા તેમાં આ મામલામાં આર્યન સિવાય પકડાયેલા અન્ય લોકોમાં મુનમુન ધમેચા નામની એક વ્યકિતનું નામ પણ લેવાય રહ્યું છે.
તમને જણાવી દઇએ કે મુનમુન ધામેચા દિલ્હીની રહેવાસી છે જો કે તેનું ઘર મધ્યપ્રદેશમાં છે મુનમુન ધામેચાની માતાનું નિધન થઈ ગયું છે જ્યારે તેનો ભાઈ પ્રિન્સ ધામેચા દિલ્હીમાં નોકરી કરે છે મુનમુનના ઈન્સ્ટાગ્રામ પરથી મળતા ફોટો દ્વારા એવો અંદાજ લગાવી શકાય કે તે એક મોડેલ છે તેમને પાર્ટીનો શોખ છે.
તે અવારનવાર સ્ટાઇલિશ લૂકમાં પોતાના ફોટા સોશીયલ મીડીયા પર અપલોડ કરતી હોય છે સાથે જ શુટિંગ સ્ટુડિયોના ફોટા પણ તેના એકાઉન્ટ પર જોવા મળે છે જો કે હાલમાં તો મુનમુન પર પાવડર ખરીદવાનો આરોપ સરકારી વિભાગ દ્વારા લગાવવામાં આવ્યો છે હવે પછી મુનમૂન અને આર્યન અને બીજા જેટલા પણ માણસોને સરકારી વિભાગ ધ્વારા પકડવામાં આવ્યા હતા એમું શું થશે આવા જ તાજા સમાચાર માટે અમારી સાથે જોડાઈ શકો છો.